નવી દિલ્હી: ડોમિનિકા ટેસ્ટ મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને એક ઇનિંગ અને 141 રને હરાવ્યું. ટેસ્ટ મેચના ત્રીજા દિવસે (14 જુલાઈ) યજમાન ટીમનો બીજો દાવ 130 રનમાં સમેટાઈ ગયો હતો. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ બે મેચની ટેસ્ટ સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બંને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ મેચ 20 જુલાઈથી પોર્ટ ઓફ સ્પેનમાં રમાશે.
ADVERTISEMENT
બીજાઇનિંગમાં પણ આર.કે. અશ્વિન તૂટી પડ્યો હતો . અશ્વિને બિછાવેલી જાળમાં કેરેબિયન બેટ્સમેનો એક પછી એક ફસાઈ ગયા. એલીક અથાનાઝે સૌથી વધુ 28 રન બનાવ્યા હતા. અશ્વિને 21.3 ઓવરમાં કુલ 71 રન આપીને સાત વિકેટ ઝડપી હતી. આ સાથે જ રવિન્દ્ર જાડેજાને બે અને મોહમ્મદ સિરાજને એક સફળતા મળી હતી.
અશ્વિને રેકોર્ડનો વરસાદ કર્યો
અશ્વિને 34મી વખત એક ઇનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ લીધી છે. વિદેશી ધરતી પર કોઈપણ ટેસ્ટ ઇનિંગ્સમાં અશ્વિનનું આ સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન હતું. અશ્વિને આ મેચની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ પણ લીધી હતી. એટલે કે અશ્વિને મેચમાં 131 રન આપીને 12 વિકેટ ઝડપી હતી. વિદેશી ધરતી પર ટેસ્ટ મેચમાં અશ્વિનનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. આ સાથે વિદેશી ધરતી પર ભારતીય દ્વારા આ ત્રીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ હતું.
અશ્વિને આઠમી વખત ટેસ્ટ મેચમાં 10 કે તેથી વધુ વિકેટ લીધી છે. ભારતીય બોલરોમાં સિર્ફ અનિલ કુંબલે અશ્વિન પહેલા આવું કરી શક્યો હતો. અશ્વિન પાસે હવે અનિલ કુંબલેને પણ પાછળ છોડવાની તક છે. અશ્વિને છઠ્ઠી વખત વેસ્ટ ઈન્ડિઝ સામે એક દાવમાં પાંચ કે તેથી વધુ વિકેટ લીધી છે.
વેસ્ટ ઈન્ડિઝનો આ નિર્ણય ભારે પડ્યો
આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જે ખોટો સાબિત થયો હતો. વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ પહેલા જ દિવસે 150 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ભારતીય બેટ્સમેનોએ ધમાકેદાર દેખાવ કર્યો હતો. ડેબ્યૂ મેચ રમી રહેલા યશસ્વી જયસ્વાલ (171) અને કેપ્ટન રોહિત શર્મા (103)એ પણ શાનદાર ઇનિંગ્સ રમી હતી. આ સાથે જ વિરાટ કોહલીએ પણ 76 રનનું યોગદાન આપ્યું હતું.
ટીમ ઈન્ડિયાએ 421/5 પર પ્રથમ ઈનીગ ડિકલેરકરી હતી. ટીમ ઈન્ડિયાને પ્રથમ દાવના આધારે 271 રનની લીડ મળી હતી. વિન્ડીઝના બેટ્સમેનો પાસેથી પ્રશંસનીય પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી હતી. પરંતુ એવું થયું નહીં અને તેઓ 51મી ઓવરમાં મેચ હારી ગયા. બંને ઈનિંગ્સમાં વિન્ડીઝના કોઈ બેટ્સમેન 50 રન સુધી પહોંચી શક્યા નહિ. યશસ્વી જયસ્વાલ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.
ADVERTISEMENT