Amit Mishra on Virat and Rohit: ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર અમિત મિશ્રાએ વિરાટ કોહલી અને રોહિત શર્માને લઈને મોટું નિવેદન આપ્યું છે. અમિત મિશ્રાએ દાવો કર્યો છે કે ક્રિકેટમાં પ્રસિદ્ધિ મેળવ્યા બાદ વિરાટ કોહલી બદલાઈ ગયો છે. પરંતુ રોહિત શર્મા આજે પણ પહેલા જેવો જ છે. તેનું કહેવું છે કે વિરાટમાં આવેલા બદલાવને કારણે ટીમમાં તેના વધુ મિત્રો નથી. આજે પણ અમિત મિશ્રા રોહિત શર્મા સાથે પહેલાની જેમ મજાક કરી શકે છે. પરંતુ બીજી તરફ વિરાટ કોહલી સાથે તેના સંબંધો પહેલા જેવા નથી રહ્યા.
ADVERTISEMENT
વિરાટ કોહલી બદલાઈ ગયો છે
ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર અમિત મિશ્રાએ વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચેનો તફાવત સમજાવ્યો છે. તેણે કહ્યું છે કે, વિરાટ ફેમ મેળવ્યા બાદ બદલાઈ ગયો છે. ભારતીય ટીમમાં કોહલીના વધુ મિત્રો નથી. જો રોહિતની વાત કરીએ તો ફેમ અને સ્ટેટસ મળવા છતાં તે પહેલા જેવો જ છે.
શુભાંકર મિશ્રાના પોડકાસ્ટમાં અમિત મિશ્રાએ કહ્યું કે, સાચું કહું તો બધા તેનું સન્માન નથી કરતા. એક ક્રિકેટર તરીકે હું તેનું ઘણું સન્માન કરું છું, પરંતુ હવે મારો તેની સાથે પહેલા જેવો સંબંધ નથી રહ્યો. વિરાટના મિત્રો કેમ ઓછા છે? તેનો અને રોહિતનો સ્વભાવ અલગ છે. હું ઘણા વર્ષોથી ભારતીય ટીમનો ભાગ નથી. હજુ પણ જ્યારે હું રોહિતને IPL અથવા અન્ય કોઈ ઈવેન્ટ દરમિયાન મળું છું ત્યારે તે હંમેશા મારી સાથે મજાક કરે છે. મારે એ પણ વિચારવાની જરૂર નથી કે તે શું વિચારશે.
'વિરાટને 14 વર્ષની ઉંમરનો હતો ત્યારથી ઓળખું છું'
અમિત મિશ્રાએ એ પણ જણાવ્યું કે, તે વિરાટ કોહલીને 14 વર્ષની ઉંમરથી ઓળખે છે. પરંતુ ત્યારથી લઈને અત્યાર સુધી વિરાટમાં ઘણો ફરક જોવા મળ્યો છે. તેણે કહ્યું,
હું ચીકુને 14 વર્ષનો હતો ત્યારથી ઓળખું છું, જ્યારે તે સમોસા ખાતો હતો, જ્યારે તેને દરરોજ રાત્રે પિઝાની જરૂર પડતી હતી. પરંતુ હું જે ચીકૂને ઓળખતો હતો તે અને કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે ઘણો તફાવત છે. જ્યારે પણ તે મને મળે છે, ત્યારે તે મારી સાથે ખૂબ આદરથી વર્તે છે, પરંતુ દેખીતી રીતે તે હવે પહેલા જેવો નથી રહ્યો. હું જે રીતે રોહિત સાથે મજાક કરું છું, તે કોહલી સાથે હું કરી શકતો નથી.
તમને જણાવી દઈએ કે આ બંને મહાન બેટ્સમેનોએ તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતાડવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. રોહિતે સમગ્ર વિશ્વ કપમાં કેપ્ટન અને બેટ્સમેન તરીકે જોરદાર પ્રદર્શન કર્યું હતું. જ્યારે વિરાટ ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. આ ફાઈનલ બાદ બંને ખેલાડીઓએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી.
ADVERTISEMENT