Team India Squad Announced for Sri Lanka Tour: ઝિમ્બાબ્વેને ઘરઆંગણે હરાવ્યા બાદ ભારતીય ટીમનું આગામી મિશન શ્રીલંકા પ્રવાસ છે. આ પ્રવાસમાં ભારતીય ટીમ 3 મેચની વનડે અને 3 મેચની T-20 સીરીઝ રમવાની છે. આ બંને સિરીઝનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પણ આ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ટી-20 ટીમની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે.
ADVERTISEMENT
ગૌતમ ગંભીરનો પણ આ પહેલો પ્રવાસ
તમને જણાવી દઈએ કે ભારતીય ટીમના નવા હેડ કોચ ગૌતમ ગંભીરનો પણ આ પહેલો પ્રવાસ હશે. પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીર હવે તેની નવી ભૂમિકા માટે તૈયાર જણાય છે. તાજેતરમાં જ BCCIએ તેમને ભારતીય ટીમના નવા મુખ્ય કોચ બનાવ્યા છે. ગંભીરે રાહુલ દ્રવિડની જગ્યા લીધી છે, જેનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 બાદ સમાપ્ત થયો હતો. શુભમન ગીલની કપ્તાની હેઠળ ભારતીય ટીમે તાજેતરમાં જ ઘરઆંગણે 5 મેચની T20 શ્રેણીમાં ઝિમ્બાબ્વેને 4-1થી હરાવ્યું હતું. આ પહેલા રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ગયા મહિને એટલે કે જૂનમાં T20 વર્લ્ડ કપ જીત્યો હતો.
શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમ
ભારતની T20 ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઇ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, મોહમ્મદ. સિરાજ.
ભારતની ODI ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ , રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ અને હર્ષિત રાણા.
આ પ્રવાસ 27 જુલાઈથી શરૂ થશે
ભારતીય ટીમ આ પ્રવાસ 27 જુલાઈથી શરૂ કરશે. પહેલા ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની T20 સિરીઝ રમાશે. આ તમામ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી પલ્લેકલેમાં રમાશે. આ પછી બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે સિરીઝ રમાશે. પ્રથમ વનડે મેચ 2જી ઓગસ્ટે રમાશે. આ શ્રેણીની તમામ ODI મેચો શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રમાશે. 50-50 ઓવરની આ વન-ડે મેચો ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યાથી રમાશે.
ભારત-શ્રીલંકા ટાઈમટેબલ
27 જુલાઈ- 1લી T20, પલ્લેકલે
28 જુલાઈ- 2જી ટી20, પલ્લેકેલે
30 જુલાઇ- ત્રીજી T20, પલ્લેકેલે
2 ઓગસ્ટ- 1લી ODI, કોલંબો
4 ઓગસ્ટ- બીજી વનડે, કોલંબો
7 ઓગસ્ટ- ત્રીજી ODI, કોલંબો
ADVERTISEMENT