Team India Series Schedule after T20 World Cup 2024: રોહિત શર્માની કપ્તાની હેઠળ ભારતીય ટીમ હાલમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ 2024 રમી રહી છે. ટીમ સુપર-8માં પ્રવેશી ચૂકી છે. પરંતુ તે દરમિયાન, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ફેબ્રુઆરી 2025 સુધી ઘરેલુ શ્રેણીનું શેડ્યૂલ જાહેર કર્યું છે.
ADVERTISEMENT
ભારતીય ટીમનું ગણિત બગાડ્યું
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પણ ફેબ્રુઆરી 2025ના અંતમાં પાકિસ્તાન દ્વારા યોજાવાની છે. આ ટુર્નામેન્ટ ODI ફોર્મેટમાં હશે. આવી સ્થિતિમાં, BCCIના આ શેડ્યુલે ભારતીય ટીમનું ગણિત બગાડ્યું છે. આ ઉપરાંત કેપ્ટન રોહિત શર્મા પણ ટેન્શનમાં આવી ગયો છે. આ શેડ્યૂલ જાહેર થયા પછી, તે સ્પષ્ટ થઈ ગયું છે કે T20 વર્લ્ડ કપ 2024 પછી ભારતીય ટીમને ફેબ્રુઆરી 2025 સુધી કુલ 6 દ્વિપક્ષીય શ્રેણી રમવાની છે. જેમાં 3 સિરીઝ વિદેશમાં અને 3 હોમ ગ્રાઉન્ડ પર રમાશે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન, ભારતીય ટીમે 2 ODI શ્રેણી રમવાની છે.
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આ રીતનું હશે શેડ્યૂલ
શ્રીલંકામાં વનડે શ્રેણી યોજાશે. જ્યારે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ફેબ્રુઆરી 2025માં ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે બીજી વનડે શ્રેણી રમશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ પાસે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની મજબૂત ટીમ બનાવવા અને બાકીની તૈયારીઓ માટે માત્ર 6 ODI મેચો જ રહેશે. T20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમ સૌથી પહેલા ઝિમ્બાબ્વેનો પ્રવાસ કરશે. ત્યારબાદ શ્રીલંકાનો પ્રવાસ થશે. આ પછી ઘરઆંગણે બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સાથે ટક્કર થશે. ત્યારપછી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 5 ટેસ્ટ શ્રેણી રમાશે. આ પછી ભારતીય ટીમ ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે ટી20 અને વનડે શ્રેણી રમશે. આ પછી ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનની યજમાનીમાં રમવાની છે. પાકિસ્તાને 2017માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. હવે જો ભારત તેની પાસેથી આ ખિતાબ છીનવવા માંગે છે તો તેણે મજબૂત ટીમ બનાવીને ફાઈનલ જીતવી પડશે. પરંતુ તે પહેલા 6 ODI મેચ રમીને મજબૂત ટીમ બનાવવી મુશ્કેલ પડકાર હશે. ભારતીય ટીમનું સંપૂર્ણ શેડ્યૂલ જુઓ (વર્લ્ડ કપ પછીથી ફેબ્રુઆરી 2025 સુધી)...
ભારતીય ટીમનો ઝિમ્બાબ્વે પ્રવાસ (જુલાઈ 2024)
- 6 જુલાઈ - 1લી T20, હરારે
- 7 જુલાઈ - 2જી T20, હરારે
- 10 જુલાઈ - 3જી T20, હરારે
- 13 જુલાઈ - 4થી T20, હરારે
- 14 જુલાઈ - 5મી T20, હરારે
ભારતીય ટીમનો શ્રીલંકા પ્રવાસ (જુલાઈ-ઓગસ્ટ 2024) * આ શ્રેણીનું શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
બાંગ્લાદેશનો ભારત પ્રવાસ (2024)
- 19-24 સપ્ટેમ્બર: 1લી ટેસ્ટ, ચેન્નાઈ
- 27 સપ્ટેમ્બર 1 ઓક્ટોબર: બીજી ટેસ્ટ, કાનપુર
- 6 ઓક્ટોબર: 1લી T20, ધર્મશાલા
- 9 ઓક્ટોબર: 2જી T20, દિલ્હી
- 12 ઓક્ટોબર: ત્રીજી T20, હૈદરાબાદ
ભારતનો ન્યુઝીલેન્ડ પ્રવાસ (2024)
16-20 ઓક્ટોબર: 1લી ટેસ્ટ, બેંગલુરુ
24-28 ઓક્ટોબર: બીજી ટેસ્ટ, પુણે
1-5 નવેમ્બર: ત્રીજી ટેસ્ટ, મુંબઈ
ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (નવેમ્બર જાન્યુઆરી 2025)
- 22-26 નવેમ્બર: પહેલી ટેસ્ટ, પર્થ
- 6-10 ડિસેમ્બર: બીજી ટેસ્ટ, એડિલેડ
- 14-18 ડિસેમ્બર: ત્રીજી ટેસ્ટ, બ્રિસ્બેન
- 26-30 ડિસેમ્બર: પહેલી ટેસ્ટ, મેલબોર્ન
- 03-07 જાન્યુઆરી: બીજી ટેસ્ટ, સિડની
ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ શેડ્યૂલ (2025)
ADVERTISEMENT