ટીમ ઈન્ડિયાને મળ્યો નવો બોલિંગ કોચ, આ દિગ્ગજ ક્રિકેટરને મળી મોટી જવાબદારી

Team India New Coach: મોર્ને મોર્કેલ ભારતીય ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ તરીકે જોડાયા છે. અગાઉ તેના નામની ખૂબ ચર્ચા થઈ હતી. મોર્કેલ આઈપીએલમાં ગૌતમ ગંભીર સાથે કામ કરી ચૂક્યો છે. મોર્કેલ ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચ તરીકેનો કાર્યકાળ બાંગ્લાદેશ સામેની આગામી ટેસ્ટ શ્રેણી સાથે શરૂ કરશે.

ગંભીર અને મોર્ને મોર્કલની તસવીર

BCCI

follow google news

Team India New Coach: મોર્ને મોર્કેલ ભારતીય ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ તરીકે જોડાયા છે. અગાઉ તેના નામની ખૂબ ચર્ચા થઈ હતી. મોર્કેલ આઈપીએલમાં ગૌતમ ગંભીર સાથે કામ કરી ચૂક્યો છે. મોર્કેલ ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચ તરીકેનો કાર્યકાળ બાંગ્લાદેશ સામેની આગામી ટેસ્ટ શ્રેણી સાથે શરૂ કરશે.

મોર્કેલ પાકિસ્તાન ટીમનો કોચ પણ રહી ચૂક્યો

મોર્કેલ ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન પાકિસ્તાની ટીમનો કોચ હતા. જો કે, તેણે તેમના કરારની મુદત પૂરી થાય તે પહેલાં પદ છોડી દીધું હતું. વર્લ્ડ કપમાં પાકિસ્તાનનું પ્રદર્શન સારું નહોતું અને તે સેમીફાઈનલમાં જગ્યા બનાવી શક્યું ન હતું. તે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ 2022 દરમિયાન નામીબિયાના કોચિંગ સ્ટાફ સાથે પણ સંકળાયેલો હતો. આ સિવાય તે દક્ષિણ આફ્રિકાની SA20 લીગમાં ડરબન સુપર જાયન્ટ્સનો કોચ રહી ચૂક્યો છે.

IPLમાં શાનદાર પ્રદર્શન

મોર્કેલે 86 ટેસ્ટ મેચમાં 309 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 27.66 રહી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 23 રન આપીને 6 વિકેટ રહ્યું છે. તેણે આઠ વખત 5 વિકેટ લીધી છે. જો વનડે કરિયરની વાત કરીએ તો તેણે 117 મેચમાં 188 વિકેટ ઝડપી છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 25.32 રહી છે. તેણે 44 T-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 47 વિકેટ લીધી હતી.

ગંભીર સાથે જૂના સંબંધો છે

આઈપીએલમાં તેણે ગૌતમ ગંભીર સાથે લખનૌ સુપર જાયન્ટ્સ ટીમમાં કામ કર્યું છે. તે લખનૌ સુપર જાયન્ટ્સનો બોલિંગ કોચ હતો. જ્યારે ગૌતમ ગંભીર કેકેઆરનો કેપ્ટન હતો ત્યારે મોર્કેલ ટીમનો ભાગ હતો. 2018માં IPLમાંથી નિવૃત્તિ લીધા બાદ મોર્કેલે કોચિંગ શરૂ કર્યું હતું.

    follow whatsapp