T20 World Cup Team India: જૂન મહિનાથી અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાનારા ટી-20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની આજે જાહેરાત કરી દેવામાં આવી છે. અમદાવાદમાં BCCIના સેક્રેટરી જય શાહ, મુખ્ય પસંદગી કર્તા અજીત અગરકરની આગેવાનીમાં બેઠક મળી હતી. જે બાદ આ ટીમની જાહેરાત કરવામાં આવી છે.
ADVERTISEMENT
હાર્દિક પંડ્યાને મળી મોટી જવાબદારી
હાર્દિક પંડ્યાને ટીમમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તે T20 વર્લ્ડ કપમાં ટીમનો વાઇસ કેપ્ટન હશે. ટીમમાં ઋષભ પંત અને સંજુ સેમસનને વિકેટકીપર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. કેએલ રાહુલને ટીમમાં તક મળી નથી.
ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (WK), સંજુ સેમસન (WK), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ , અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
રિઝર્વ ખેલાડી - શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને આવેશ ખાન.
બેટ્સમેન (5): કેપ્ટન રોહિત શર્માની સાથે, ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને નંબર-1 T20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ બેટિંગ યુનિટના મહત્વપૂર્ણ ભાગ હશે. શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલને પણ તક મળી છે. યશસ્વી ઓપનિંગ કરે તેવી શક્યતા છે, જ્યારે શિવમ દુબે ફિનિશરની ભૂમિકામાં જોવા મળશે.
વિકેટકીપર (2): વિકેટકીપર બેટ્સમેનોની વાત કરીએ તો રિષભ પંત અને સંજુ સેમસનને ટીમમાં જગ્યા મળી છે. પંત IPL 2024 દ્વારા પ્રોફેશનલ ક્રિકેટમાં પાછો ફર્યો છે. પંતે કેટલીક વિસ્ફોટક ઇનિંગ્સ રમીને ફોર્મમાં હોવાના સંકેત દેખાડ્યા હતા. પંતનું વિકેટ પાછળનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે. બીજી તરફ બીજા વિકેટકીપર તરીકે સંજુ સેમસનને સ્થાન મળ્યું છે.
ઓલરાઉન્ડર (3): હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાને સ્થાન મળ્યું છે. હાર્દિક ટી20 વર્લ્ડ કપમાં પણ વાઈસ કેપ્ટનની જવાબદારી સંભાળશે. તમને જણાવી દઈએ કે આઈપીએલ 2024માં હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની કેપ્ટનશીપ કરી રહ્યો છે. સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલે પણ સારું પ્રદર્શન કર્યું છે.
કુલ 3 તબક્કામાં રમાશે ટી-20 વર્લ્ડકપ
આ વખતે ટી20 વર્લ્ડ કપ નોકઆઉટ સહિત કુલ 3 તબક્કામાં રમાશે. તમામ 20 ટીમોને દરેક 5 ના 4 જૂથોમાં વહેંચવામાં આવી હતી. દરેક ગ્રુપની ટોપ-2 ટીમ સુપર-8માં પ્રવેશ કરશે. આ પછી, તમામ 8 ટીમોને 4ના 2 જૂથોમાં વહેંચવામાં આવશે. સુપર-8 તબક્કામાં ગ્રુપની બે-બે ટોચની ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. સેમિ-ફાઇનલ મેચ દ્વારા બે ટીમો ફાઇનલમાં પ્રવેશ કરશે.
T20 વર્લ્ડ કપના ગ્રુપ
ગ્રુપ A- ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, યુએસએ
ગ્રુપ B- ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ, ઓમાન
ગ્રુપ C- ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, પાપુઆ ન્યુ ગીની
ગ્રુપ D- દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, નેપાળ
T20 વર્લ્ડ કપની તમામ 55 મેચોનું શેડ્યૂલ:
1. શનિવાર, 1 જૂન – યુએસએ વિ. કેનેડા, ડલાસ
2. રવિવાર, 2 જૂન – વેસ્ટ ઈન્ડિઝ વિ. પાપુઆ ન્યુ ગિની, ગુયાના
3. રવિવાર, 2 જૂન – નામિબિયા વિ. ઓમાન, બાર્બાડોસ
4. સોમવાર, 3 જૂન – શ્રીલંકા વિ. દક્ષિણ આફ્રિકા, ન્યૂયોર્ક
5. સોમવાર, 3 જૂન – અફઘાનિસ્તાન વિ. યુગાન્ડા, ગુયાના
6. મંગળવાર, 4 જૂન – ઈંગ્લેન્ડ વિ. સ્કોટલેન્ડ, બાર્બાડોસ
7. મંગળવાર, 4 જૂન – નેધરલેન્ડ વિ. નેપાળ, ડલાસ
8. બુધવાર, 5 જૂન – ભારત વિ. આયર્લેન્ડ, ન્યૂયોર્ક
9. બુધવાર, 5 જૂન – પાપુઆ ન્યુ ગિની વિ. યુગાન્ડા, ગુયાના
10. બુધવાર, 5 જૂન – ઓસ્ટ્રેલિયા વિ. ઓમાન, બાર્બાડોસ
11. ગુરુવાર, 6 જૂન – યુએસએ વિ. પાકિસ્તાન, ડલાસ
12. ગુરુવાર, 6 જૂન – નામિબિયા વિ. સ્કોટલેન્ડ, બાર્બાડોસ
13. શુક્રવાર, 7 જૂન – કેનેડા વિ. આયર્લેન્ડ, ન્યૂયોર્ક
14. શુક્રવાર, 7 જૂન – ન્યુઝીલેન્ડ વિ. અફઘાનિસ્તાન, ગુયાના
15. શુક્રવાર, 7 જૂન – શ્રીલંકા વિ. બાંગ્લાદેશ, ડલાસ
16. શનિવાર, 8 જૂન – નેધરલેન્ડ વિ. દક્ષિણ આફ્રિકા, ન્યૂયોર્ક
17. શનિવાર, 8 જૂન – ઓસ્ટ્રેલિયા વિ. ઈંગ્લેન્ડ, બાર્બાડોસ
18. શનિવાર, 8 જૂન – વેસ્ટ ઈન્ડિઝ વિ. યુગાન્ડા, ગુયાના
19. રવિવાર, 9 જૂન – ભારત વિ. પાકિસ્તાન, ન્યૂયોર્ક
20. રવિવાર, 9 જૂન – ઓમાન વિ. સ્કોટલેન્ડ, એન્ટિગુઆ
21. સોમવાર, 10 જૂન – દક્ષિણ આફ્રિકા વિ. બાંગ્લાદેશ, ન્યૂયોર્ક
22. મંગળવાર, જૂન 11 – પાકિસ્તાન વિ. કેનેડા, ન્યૂયોર્ક
23. મંગળવાર, જૂન 11 – શ્રીલંકા વિ. નેપાળ, ફ્લોરિડા
24. મંગળવાર, જૂન 11 – ઓસ્ટ્રેલિયા વિ. નામિબિયા, એન્ટિગુઆ
25. બુધવાર, 12 જૂન – યુએસએ વિ. ભારત, ન્યૂયોર્ક
26. બુધવાર, 12 જૂન – વેસ્ટ ઈન્ડિઝ વિ. ન્યુઝીલેન્ડ, ત્રિનિદાદ
27. ગુરુવાર, 13 જૂન – ઈંગ્લેન્ડ વિ. ઓમાન, એન્ટિગુઆ
28. ગુરુવાર, 13 જૂન – બાંગ્લાદેશ વિ. નેધરલેન્ડ, સેન્ટ વિન્સેન્ટ
29. ગુરુવાર, જૂન 13 – અફઘાનિસ્તાન વિ. પાપુઆ ન્યુ ગિની, ત્રિનિદાદ
30. શુક્રવાર, જૂન 14 – યુએસએ વિ. આયર્લેન્ડ, ફ્લોરિડા
31. શુક્રવાર, 14 જૂન – દક્ષિણ આફ્રિકા વિ. નેપાળ, સેન્ટ વિન્સેન્ટ
32. શુક્રવાર, જૂન 14 – ન્યુઝીલેન્ડ વિ. યુગાન્ડા, ત્રિનિદાદ
33. શનિવાર, 15 જૂન – ભારત વિ. કેનેડા, ફ્લોરિડા
34. શનિવાર, 15 જૂન – નામિબિયા વિ. ઈંગ્લેન્ડ, એન્ટિગુઆ
35. શનિવાર, 15 જૂન – ઓસ્ટ્રેલિયા વિ. સ્કોટલેન્ડ, સેન્ટ લુસિયા
36. રવિવાર, 16 જૂન – પાકિસ્તાન વિ. આયર્લેન્ડ, ફ્લોરિડા
37. રવિવાર, 16 જૂન – બાંગ્લાદેશ વિ. નેપાળ, સેન્ટ વિન્સેન્ટ
38. રવિવાર, 16 જૂન – શ્રીલંકા વિ. નેધરલેન્ડ, સેન્ટ લુસિયા
39. સોમવાર, 17 જૂન – ન્યુઝીલેન્ડ વિ. પાપુઆ ન્યુ ગિની, ત્રિનિદાદ
40. સોમવાર, જૂન 17 – વેસ્ટ ઈન્ડિઝ વિ. અફઘાનિસ્તાન, સેન્ટ લુસિયા
41. બુધવાર, જૂન 19 – A2 vs D1, એન્ટિગુઆ
42. બુધવાર, જૂન 19 – B1 vs C2, સેન્ટ લુસિયા
43. ગુરુવાર, જૂન 20 – C1 vs A1, બાર્બાડોસ
44. ગુરુવાર, જૂન 20 – B2 vs D2, એન્ટિગુઆ
45. શુક્રવાર, જૂન 21 – B1 vs D1, સેન્ટ લુસિયા
46. શુક્રવાર, જૂન 21 – A2 vs C2, બાર્બાડોસ
47. શનિવાર, જૂન 22 – A1 vs D2, એન્ટિગુઆ
48. શનિવાર, જૂન 22 – C1 vs B2, સેન્ટ વિન્સેન્ટ
49. રવિવાર, જૂન 23 – A2 vs B1, બાર્બાડોસ
50. રવિવાર, જૂન 23 – C2 vs D1, એન્ટિગુઆ
51. સોમવાર, જૂન 24 – B2 vs A1, સેન્ટ લુસિયા
52. સોમવાર, જૂન 24 – C1 vs D2, સેન્ટ વિન્સેન્ટ
53. બુધવાર, જૂન 26 – સેમીફાઈનલ 1, ગુયાના
54. ગુરુવાર, જૂન 27 – સેમીફાઈનલ 2, ત્રિનિદાદ
55. શનિવાર, જૂન 29 – ફાઇનલ, બાર્બાડોસ
ADVERTISEMENT