T20 World Cupમાં ભારતનો પાકિસ્તાન પર દબદબો, 2007થી 2022 વચ્ચે બંને ટીમનો કેવો છે રેકોર્ડ?

IND vs PAK T20 World Cup: ભારત અને પાકિસ્તાનની ટીમો 9 જૂને ન્યૂયોર્કમાં સામસામે ટકરાશે. બંને ટીમો પહેલીવાર અમેરિકામાં એકબીજા સામે રમશે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં બંને વચ્ચે આ 8મી મેચ રમાવા જઈ રહી છે.

IND vs PAK

IND vs PAK

follow google news

IND vs PAK T20 World Cup: ભારત અને પાકિસ્તાનની ટીમો 9 જૂને ન્યૂયોર્કમાં સામસામે ટકરાશે. બંને ટીમો પહેલીવાર અમેરિકામાં એકબીજા સામે રમશે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં બંને વચ્ચે આ 8મી મેચ રમાવા જઈ રહી છે. અત્યાર સુધી ટી20 વર્લ્ડ કપમાં બંને વચ્ચે રમાયેલી સાત મેચોમાં ટીમ ઈન્ડિયાનો દબદબો રહ્યો છે. 2007માં પ્રથમ ટી20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાં બંને ટીમો પ્રથમ વખત ટકરાઈ હતી, જ્યાં આ ટૂર્નામેન્ટના ઈતિહાસની સૌથી રોમાંચક મેચ બંને વચ્ચે રમાઈ હતી.

ભારતે પાકિસ્તાનને હરાવીને 2007 T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ ફોર્મેટના વર્લ્ડ કપમાં બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો બંને વચ્ચે અત્યાર સુધીમાં સાત મેચ રમાઈ છે, જેમાં ભારત પાંચ વખત જીત્યું છે જ્યારે પાકિસ્તાન માત્ર એક જ વખત જીત્યું છે. બંને વચ્ચે એક મેચ ટાઈ રહી હતી.

T20 વર્લ્ડ કપમાં IND vs PAK નો હેડ ટુ હેડ રેકોર્ડ

2007: વર્ષ 2007માં T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. ગ્રુપ સ્ટેજમાં રમાયેલી આ મેચ ટાઈ રહી હતી, જે બાદ ભારતે બોલઆઉટમાં જીત મેળવી હતી.

2007: T20 વર્લ્ડ કપ 2007ની ટાઈટલ મેચ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી, જેમાં ભારતે પાકિસ્તાનને 5 રનથી હરાવીને ટાઈટલ જીત્યું હતું.

2012: ભારતે 2012માં T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 8 વિકેટે જીત મેળવીને જીતની હેટ્રિક નોંધાવી હતી.

2014: T20 વર્લ્ડ કપ 2014માં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું.

2016: ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું.

2021: T20 વર્લ્ડ કપ 2021માં પાકિસ્તાનની ટીમ ભારત સામે જીતનું ખાતું ખોલવામાં સફળ રહી હતી. T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને સતત પાંચ હાર બાદ પ્રથમ જીત હાંસલ કરી હતી. પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું.

2022: ટીમ ઈન્ડિયાએ 2022ના છેલ્લા વર્લ્ડ કપમાં કારમી હારનો બદલો લીધો હતો અને પાકિસ્તાનને 4 વિકેટથી હરાવ્યું.

    follow whatsapp