T20 World Cup 2024: ભારતીય ટીમ માટે IPL બાદ તરત જ T20 વર્લ્ડ કપ ફાયદો કે નુકશાન? જાણો અત્યાર સુધીના આંકડાઓ

T20 World Cup 2024: IPL બાદ ભારતીય ક્રિકેટ ફેન્સ T20 વર્લ્ડ કપ માટે આતુર છે, એવામાં ટીમ ઈન્ડિયા ભાગ લેવા માટે અમેરિકા પહોંચી ગઈ છે. ભારત તેની પ્રથમ મેચ 5 જૂનના રોજ આયર્લેન્ડ સામે રમશે.

T20 World cup

T20 World cup

follow google news

Cricket news updates: IPL બાદ ભારતીય ક્રિકેટ ફેન્સ T20 વર્લ્ડ કપ માટે આતુર છે, એવામાં ટીમ ઈન્ડિયા ભાગ લેવા માટે અમેરિકા પહોંચી ગઈ છે. ભારત તેની પ્રથમ મેચ 5 જૂનના રોજ આયર્લેન્ડ સામે રમશે. ભારતીય ટીમના મોટાભાગના ખેલાડીઓ IPL 2024માં રમ્યા બાદ હવે મિશન વર્લ્ડ કપ પર નજર ટકાવીને બેઠા છે. પરંતુ આ વચ્ચે એક સવાલ એવો પણ ઊભો થાય છે કે IPL રમ્યા બાદ તરત જ વર્લ્ડ કપ હોવાથી ટીમ ઈન્ડિયાને ફાયદો થશે કે નુકસાન? તો તેનો જવાબ આપણે 2008માં IPLની શરૂઆતથી લઈને અત્યાર સુધી IPL પછી તરત જ યોજાયેલી કોઈપણ ટુર્નામેન્ટમાં ભારતે કરેલા પ્રદર્શન પરથી મેળવવાનો પ્રયત્ન કરીશું.

મિશન વર્લ્ડ કપ પર IPLની નેગેટિવ ઇમ્પેક્ટ?

પહેલી વખત નથી કે ભારત IPL સિઝન સમાપ્ત બાદ કોઈ ટુર્નામેન્ટ રમી હોય, અગાઉ પણ 2009, 2010 અને 2021માં, ભારતીય ટીમ IPLના 6 થી 12 દિવસ પછી જ વર્લ્ડ T20 રમી ચૂકી છે. પરંતુ આ ત્રણેય વખતે ભારત ગ્રુપ સ્ટેજને પણ પાર કરી શકી નથી એમએસ ધોની પ્રથમ બે વખત કેપ્ટન હતો, જ્યારે છેલ્લી વખત 2021માં વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ મેદાનમાં ઉતરી હતી. આ વખતે ટીમ ઈન્ડીયા રોહિત શર્માની સુકાની હેઠળ પોતાનો દમ બતાવશે. 

ODI ટુર્નામેન્ટમાં પરિસ્થિતિ વિપરીત 

જોકે ODI ટુર્નામેન્ટમાં તેની અસર સંપૂર્ણપણે વિપરીત જોવા મળે છે. અત્યાર સુધીમાં ભારતીય ટીમ IPL સમાપ્ત થયા પછી 2008 થી ત્રણ વખત વન-ડે ICC ટુર્નામેન્ટમાં રમી છે અને ત્રણેય વખત ખૂબ જ સારું પરફોર્મન્સ કર્યું છે. ટીમ ઈન્ડિયાએ IPL પૂરી થયા બાદ 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી અને 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં રનર્સઅપ રહી હતી. ટીમ IPL પછી જ 2019 ODI વર્લ્ડ કપમાં પણ રમી હતી, જ્યાં ટીમ સેમિફાઈનલમાં પહોંચી હતી.

Adani-Paytm Deal: અદાણીની નજર હવે Paytm પર! GooglePay, PhonePe અને Jio Financial ને ટક્કર આપવાની તૈયારી

IPL ના તરત જ WTC ફાઈનલ........

હવે જોવામાં આવે તો ટેસ્ટ ક્રિકેટમાં પણ તેની નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળે છે. 2023માં IPL ફાઈનલના લગભગ એક અઠવાડિયા બાદ જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાવાની હતી. બે મહિના લાંબી ટુર્નામેન્ટમાં થાકેલા ભારતીય ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને સતત બીજી વખત રનર્સઅપ બની હતી.

IPL આવ્યા બાદ ભારતને માત્ર બે વાર જ સફળતા મળી...

વર્ષ 2008 માં જ્યારથી IPL ની શરૂઆત થઈ છે ત્યારથી અત્યાર સુધી 5 ફાઈનલ હારી ચૂકી છે. એટલા માટે એવું માનવામાં આવી રહ્યું છે કે IPL પછી તરત જ ICC T20 ટુર્નામેન્ટ ભારતીય ટીમ માટે અનુકૂળ નથી. ભારતીય ટીમ 2008 થી 2024 સુધી 16 ICC ટુર્નામેન્ટ રમી, 7 વખત ફાઈનલમાં પહોંચી અને માત્ર 2 વખત જ ટાઈટલ જીતી શકી. ચાર વખત ટીમ સેમિફાઈનલમાંથી બહાર રહી હતી અને પાંચ વખત તે ગ્રુપ સ્ટેજને પણ પાર કરી શકી નહોતી. 2 ODI ટુર્નામેન્ટમાં સફળતા મળી, 2011માં ટીમે ઘરઆંગણે ODI વર્લ્ડ કપ જીત્યો, જ્યારે 2013માં ટીમે ઇંગ્લેન્ડમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. ટીમ ઈન્ડિયા 7 ફાઇનલમાં 5 વખત રનર્સઅપ રહી હતી. 2014 T-20 વર્લ્ડ કપમાં શ્રીલંકાને હરાવ્યું હતું. 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. 2023 ODI વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. જ્યારે 2021માં ન્યૂઝીલેન્ડ અને 2023માં ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં હરાવ્યું હતું. 

હવે તમને વિચાર આવતો હશે કે આ કેવો દુર્લભ સંયોગ છે પરંતુ તેની પાછળ બે કારણો જવાબદાર માનવામાં આવી રહ્યા છે. 

1.IPLના કારણે તૈયારી માટે ઓછો સમય મળે છે

IPLમાં, ભારતીય ખેલાડીઓ તેમની સંબંધિત ટીમ સાથે અલગ-અલગ વ્યૂહરચના અને વિવિધ ટ્રેનિંગ પ્રોસેસ સાથે સંકળાયેલા હોવાના કારણે સ્વાભાવિક છે કે ટુર્નામેન્ટ માટેની તૈયારીઓ માટે ઓછો સમય મળે છે. જ્યાં સુધી ખેલાડીઓ બોન્ડિંગ, વ્યૂહરચના અને ટ્રેનિંગ અનુકૂલન કરવાનું શરૂ કરે છે, ત્યાં સુધીમાં પ્રથમ મેચ આવી જતો હોય છે. 2023માં WTC ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ કહ્યું હતું કે તેને તૈયારી માટે ઘણો ઓછો સમય મળ્યો છે.

2. ખેલાડીઓ થાકી જાય છે

IPL ની લાંબી ચાલતી આ ટુર્નામેન્ટમાં એક ખેલાડી જો બધાજ મેચ રમે છે તો તે મોટાભાગે થાકી જતો હોય છે. 2 મહિના સુધી સતત રમ્યા બાદ ખેલાડીઓ માટે બીજી ટુર્નામેન્ટ રમવી સરળ હોતી નથી. ખેલાડીઓ માનસિક અને શારીરિક રીતે થાકેલા છે.
 

    follow whatsapp