20 ટ્રકમાં 1600 KM દૂરથી ન્યૂયોર્ક પહોંચી ભારત-પાકિસ્તાન મેચની પિચ, ઓસ્ટ્રેલિયા સાથે છે ખાસ કનેક્શન

T20 World Cup: જે પીચ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની શાનદાર મેચ રમાશે તે 20 ટ્રક અને 1600 કિલોમીટરની મુસાફરી કરીને ન્યૂયોર્કના સ્ટેડિયમમાં પહોંચી ગઈ છે અને તેને ઈન્સ્ટોલ કરવામાં આવી છે.

IND Pak Match

IND Pak Match

follow google news

T20 World Cup: જે પીચ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની શાનદાર મેચ રમાશે તે 20 ટ્રક અને 1600 કિલોમીટરની મુસાફરી કરીને ન્યૂયોર્કના સ્ટેડિયમમાં પહોંચી ગઈ છે અને તેને ઈન્સ્ટોલ કરવામાં આવી છે. ICCએ બુધવારે તેની જાણકારી આપી કે ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પિચોનું ટ્રાન્સપોર્ટ અને ઈન્સ્ટોલેશનનું કામ પૂર્ણ થયું ગયું છે. ટી20 વર્લ્ડ કપ જૂન 2024માં રમાશે. આ ટૂર્નામેન્ટ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવનાર છે.

9 જૂને ભારત-પાકિસ્તાન મેચ

અમેરિકામાં પ્રથમવાર ક્રિકેટ વર્લ્ડકપ રમાવાનો છે અને તેની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. દરમિયાન, 10 ડ્રોપ-ઇન પિચો ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પહોંચી છે. આ મેદાન પર 9 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમાશે. વર્લ્ડ કપ માટે આ 10 ડ્રોપ-ઇન પિચો રાતોરાત બનાવવામાં આવી ન હતી. તેના બદલે, તેને બનાવવામાં ઘણો સમય લાગ્યો. ગયા વર્ષે ડિસેમ્બરથી, તે ન્યૂયોર્કના આ સ્ટેડિયમથી લગભગ 1600 કિલોમીટર દૂર ફ્લોરિડામાં એડિલેડ ઓવલ ટર્ફ સોલ્યુશન્સ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું હતું. હવે તમામ પીચ સરળતાથી તેમના સ્ટેડિયમ પહોંચી ગઈ છે. 10 પીચોમાંથી, મુખ્ય પિચો સ્ટેડિયમમાં સ્થાપિત કરવામાં આવી છે, જ્યારે બાકીની છ પીચો નજીકના પ્રેક્ટિસ સ્ટેડિયમમાં સ્થાપિત કરવામાં આવશે. જ્યાં ટીમો મોટી મેચ પહેલા તૈયારી કરી શકે છે.

ICCએ શેર કરેલી પિચની તસવીર

પિચ 20 ટ્રકમાં ન્યૂયોર્ક પહોંચી હતી

T20 વર્લ્ડ કપ માટે તૈયાર થયેલી પીચો ફ્લોરિડાથી રોડ માર્ગે ન્યૂયોર્ક પહોંચી હતી. પીચોએ 20 સેમી ટ્રેલર ટ્રકમાં લગભગ 1600 કિલોમીટરની સફર પૂર્ણ કરી હતી. આઈસીસી ઈવેન્ટ્સ હેડ ક્રિસ ટેટલીએ કહ્યું-

આ પીચોની સ્થાપના એ એક પ્રોજેક્ટના છેલ્લા કામોમાંથી એક છે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અભૂતપૂર્વ છે. અમે આ પ્રોજેક્ટ માટે સુનિયોજિત અભિગમ અપનાવ્યો છે. હેડ પિચ ક્યુરેટર ડેમિયન હોગે ખાતરી કરી કે અમારી પાસે ન્યૂયોર્કમાં વર્લ્ડ કપની આઠ મેચો માટે શ્રેષ્ઠ પિચ છે. હું જૂનમાં આ સ્ટેડિયમમાં વિશ્વની શ્રેષ્ઠ ટૂર્નામેન્ટ જોવા માટે રાહ જોઈ શકતો નથી.

સૌજન્ય: ICC

એડિલેડ ઓવલના હેડ ક્યુરેટર હફે કહ્યું-

ન્યૂયોર્કમાં પિચ જોઈને અમે ખૂબ જ ખુશ છીએ. ફ્લોરિડા તેના સારા હવામાન સાથે પિચ માટે એક આદર્શ નર્સરી સાબિત થયું.

ન્યુયોર્ક નવ ટીમોની યજમાની કરશે

આ સ્થળ ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, કેનેડા, આયર્લેન્ડ, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ સહિત કુલ 9 ટીમોની યજમાની કરશે. 2 જૂને શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ઓપનિંગ મેચ રમાશે. ટીમ ઈન્ડિયાના T20 વર્લ્ડ કપના શેડ્યૂલની વાત કરીએ તો, તે પાકિસ્તાન, યજમાન યુએસએ અને કેનેડાની સાથે ગ્રુપ Aમાં છે. ટીમ ઈન્ડિયા 5 જૂને ન્યૂયોર્કના આ જ સ્ટેડિયમમાં આયર્લેન્ડ સામે ટકરાશે. આ પછી 9 જૂને પાકિસ્તાન અને 12 જૂને યજમાન અમેરિકા સામે આ જ મેદાન પર રમશે. 15 જૂને ટીમ કેનેડા સામે લોડરહિલમાં રમશે.
 

    follow whatsapp