T20 World Cup 2024 Super 8 Schedule: બાંગ્લાદેશ અને નેપાળ વચ્ચે રમાયેલી મેચ બાદ સુપર-8ને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. આ મેચ બાદ સુપર-8ની તમામ ટીમો કન્ફર્મ થઈ ગઈ હતી. બાંગ્લાદેશ નેપાળને હરાવીને સુપર-8 માટે ક્વોલિફાય થયું છે. આ વખતે વર્લ્ડ કપમાં 20 ટીમોએ ભાગ લીધો હતો, જેમાંથી ઘણી ટીમોએ પહેલીવાર જ વર્લ્ડ કપ રમ્યો. તો હવે 20માંથી 12 ટીમો બહાર થઈ ગઈ છે. હવે બાકીની 8 ટીમો વચ્ચે સુપર-8 મેચ રમાશે. સુપર-8ની તમામ મેચો વેસ્ટ ઈન્ડિઝમાં રમવાની છે.
ADVERTISEMENT
2 ગ્રુપમાં વહેચાઈ 8 ટીમો
સુપર - 8માં હવે ભારત, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રીકા, યુએસએ, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશની ટીમો કન્ફર્મ થઈ ગઈ છે. આ તમામ ટીમોને 4-4ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે.
પ્રથમ ગ્રુપ- ભારત, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન
બીજુ ગ્રુપ- યુએસએ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ.
સુપર-8માં ટીમ ઈન્ડિયાની મેચોનું શેડ્યૂલ
- ભારત અને અફઘાનિસ્તાન (20 જૂન)
- ભારત અને બાંગ્લાદેશ (22 જૂન)
- ભારત અને ઓસ્ટ્રેલિયા (24 જૂન)
ટીમ ઈન્ડિયા નથી હારી એક પણ મેચ
ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. રોહિત એન્ડ કંપનીએ તેમની તમામ મેચો જીતી છે. જ્યારે ટીમ ઈન્ડિયાની એક મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી. હવે ટીમ ઈન્ડિયા પોતાના આ ફોર્મને સુપર-8 મેચોમાં પણ જારી રાખવા ઈચ્છશે.
ADVERTISEMENT