Paris Olympics 2024: ભારતના સ્વપ્નિલે કુસલે (Swapnil Kusale) પેરિસ ઓલિમ્પિક 2024માં ઈતિહાસ રચ્યો છે. સ્વપ્નીલે પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પ્રથમ વખત કોઈ ભારતીય શૂટરે ઓલિમ્પિકની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન ઈવેન્ટમાં મેડલ જીત્યો છે. આ પહેલા ભારતે બે મેડલ જીત્યા છે ટે બન્ને પણ શૂટિંગમાં જ જીત્યા છે.
ADVERTISEMENT
સ્વપ્નિલનો સ્કોર
ભારતીય શૂટર સ્વપ્નિલ કુસલે કુલ 590ના સ્કોર સાથે ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તેણે નીલિંગમાં 198, પ્રોનમાં 197 અને સ્ટેન્ડિંગમાં 195 સ્કોર કર્યો હતો. ચીનના લિયુ યુક્વાને 463.6 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
પ્રથમ વખત એક ઓલિમ્પિકમાં શૂટિંગમાં ત્રણ મેડલ
જો જોવામાં આવે તો પ્રથમ વખત કોઈ ભારતીય શૂટરે ઓલિમ્પિકની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન ઈવેન્ટમાં મેડલ જીત્યો છે. ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનો આ ત્રીજો મેડલ હતો. આ પહેલા ભારતના છેલ્લા બે મેડલ પણ શૂટિંગમાં આવ્યા હતા. એટલે કે, ભારતે પહેલીવાર ઓલિમ્પિક સિઝનમાં શૂટિંગમાં ત્રણ મેડલ જીત્યા.
શૂટિંગમાં ભારતનો મેડલ વિજેતા
1. રાજ્યવર્ધન સિંહ રાઠોડ
સિલ્વર મેડલ: એથેન્સ (2004)
2. અભિનવ બિન્દ્રા
ગોલ્ડ મેડલ: બેઇજિંગ ઓલિમ્પિક્સ (2008)
3. ગગન નારંગ
બ્રોન્ઝ મેડલ: લંડન ઓલિમ્પિક્સ (2012)
4. વિજય કુમાર
સિલ્વર મેડલ: લંડન ઓલિમ્પિક્સ (2012)
5. મનુ ભાકર
બ્રોન્ઝ મેડલ: પેરિસ ઓલિમ્પિક્સ (2024)
6.મનુ ભાકર- સરબજોત સિંહ
બ્રોન્ઝ મેડલ: પેરિસ ઓલિમ્પિક્સ (2024)
7.સ્વપ્નીલ કુસાલે
બ્રોન્ઝ મેડલ: પેરિસ ઓલિમ્પિક્સ (2024)
ADVERTISEMENT