Model Tania Singh- IPL Cricketer Abhishek sharma case: સુરત પોલીસે મોડલ તાનિયા સિંહ આત્મહત્યા કેસમાં તેની તપાસનો વ્યાપ વધુ વિસ્તાર્યો છે. આ કેસમાં પોલીસ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) તરફથી રમતા IPL ક્રિકેટર અભિષેક શર્માને પૂછપરછ માટે બોલાવી શકે છે.
ADVERTISEMENT
અત્યાર સુધીની પોલીસ તપાસમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસે તાનિયાનો મોબાઈલ જપ્ત કર્યો છે. હવે પોલીસ મોબાઈલના સીડીઆર (કોલ ડિટેલ રેકોર્ડ) પરથી આ મામલાના ઊંડાણ સુધી જવાનો પ્રયાસ કરી રહી છે. તાનિયા મોડલિંગ અને ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હતી. તાનિયાએ 19 ફેબ્રુઆરીએ આત્મહત્યા કરી હતી.
મોડલ તાનિયા અને ક્રિકેટર અભિષેક
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અભિષેક સાથે મોડલ તાનિયા સિંહના ઘણા ફોટા હતા. તાનિયાએ IPL ક્રિકેટર અભિષેકને ઈન્સ્ટાગ્રામ પર ઘણા મેસેજ મોકલ્યા હતા, જોકે અભિષેકે તેનો કોઈ જવાબ આપ્યો ન હતો.
પોલીસ રિપોર્ટમાં એવું પણ બહાર આવ્યું છે કે તાનિયાએ જ્યારે આત્મહત્યા કરી ત્યારે તેના કાનમાં હેડફોન હતા. જો કે તેણે આવું પગલું કેમ ભર્યું તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.
આ પણ વાંચો: AAP-કોંગ્રેસ વચ્ચે ત્રણ રાજ્યોમાં ગઠબંધન પર સહમતી, ગુજરાતમાં AAPને કેટલી સીટ મળશે?
સુરત પોલીસના એસીપી વીઆર મલ્હોત્રાએ જણાવ્યું- 19 ફેબ્રુઆરીના રોજ તાનિયા સિંહે પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી. આ પછી તાનિયાના પિતા ભવાની સિંહે વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો હતો.
હાલ આ કેસની તપાસ ચાલી રહી છે, મોબાઈલના કોલ ડિટેઈલ રેકોર્ડ સામે આવ્યા છે. હવે સંબંધિત લોકોને વધુ પૂછપરછ માટે નોટિસ આપવામાં આવી છે. પોલીસ દ્વારા તાનિયાના પરિવારના નિવેદન લેવાની કામગીરી કરવામાં આવી રહી છે.
શું તાનિયા અને અભિષેક સિંહ વચ્ચે મિત્રતા હતી?
વીઆર મલ્હોત્રાએ કહ્યું કે ઈન્સ્ટાગ્રામ પર આઈપીએલ ક્રિકેટર અભિષેક શર્મા સાથે તેની ઘણી તસવીરો છે, તેની તપાસ કરવામાં આવી રહી છે. તાનિયાના મોબાઈલ પરથી અભિષેક શર્માને મેસેજ મોકલવામાં આવ્યા છે, પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો નથી. ACP મલ્હોત્રાએ કહ્યું કે, જો જરૂર પડશે તો અભિષેક શર્માને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવશે. હાલમાં અભિષેક વિરુદ્ધ કોઈ પુરાવા નથી.
આ પણ વાંચો: 'સી.આર પાટીલ હાજીર હો...' મહેસાણા ચીફ કોર્ટે BJP પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ સમન્સ કાઢ્યું, શું છે મામલો?
તાનિયા સિંહના મોબાઈલમાંથી ઘણા મેસેજ આવ્યા
એસીપી મલ્હોત્રાએ કહ્યું કે, તાનિયા સિંહના મોબાઈલમાંથી ઘણા મેસેજ આવ્યા છે, પરંતુ મીડિયાને આ અંગે કોઈ માહિતી આપી શકાય તેમ નથી. એસીપી મલ્હોત્રાએ એમ પણ કહ્યું કે અભિષેક શર્મા અને તાનિયાની ઈન્સ્ટાગ્રામ તસવીરો દ્વારા અફવા ફેલાવવામાં આવી રહી છે કે બંને વચ્ચે મિત્રતા હતી, પરંતુ તપાસ ચાલી રહી છે. તાનિયાએ અભિષેકને મેસેજ કર્યા હતા, પરંતુ કોઈ કોલ કર્યો ન હતો.
તાનિયાએ શા માટે આત્મહત્યા કરી, સમજની બહાર?
જો કે મોડલ તાનિયા સિંહે ઘરે પંખાથી લટકીને આત્મહત્યા કેમ કરી, 19 ફેબ્રુઆરીની રાત્રે તેણે આ પગલું કેમ ભર્યું? પરિવારના સભ્યો આ વાત પર વિશ્વાસ કરી શકતા નથી.
આ પણ વાંચો: Vadodara: 'મારી દીકરીઓનું અપહરણ થયું છે', પિતાએ જાણ કરતા જ પોલીસ આવી એક્શનમાં, ગણતરીની કલાકોમાં જ બંનેને શોધી કાઢી
આવી રહી અભિષેક શર્માની કારકિર્દી
તાનિયા સિંહની આત્મહત્યામાં જેનું નામ સામે આવ્યું છે તે અભિષેક શર્મા હાલમાં આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે જોડાયેલો છે. તે ઓલરાઉન્ડર છે. તેણે આઈપીએલમાં 47 મેચમાં 137.38ના સ્ટ્રાઈક રેટથી 893 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 75 રન છે. IPLમાં અત્યાર સુધીમાં તેણે 4 અડધી સદી ફટકારી છે અને 9 વિકેટ લીધી છે. અભિષેકને સનરાઇઝર્સ હૈદરાબાદે 2022ની IPL ઓક્શનમાં 6.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
નોંધ:- (જો તમારા અથવા તમે જાણતા હોવ તેવા પરિચીતના મનમાં આત્મહત્યાના વિચારો આવે, તો તે ખૂબ જ ગંભીર મેડિકલ ઈમરજન્સી છે. ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન 18002333330 પર તાત્કાલિક સંપર્ક કરો. તમે ટેલિહેલ્થ હેલ્પલાઇન નંબર 1800914416 પર પણ કૉલ કરી શકો છો. અહીં તમારી ઓળખ ગોપનીય રાખવામાં આવશે. અને નિષ્ણાતો તમને આ પરિસ્થિતિથી બહાર નીકળવા માટે જરૂરી સલાહ આપશે.)
(સંજયસિંહ રાઠોડ, સુરત)
ADVERTISEMENT