Team India Head Coach: ભારતીય ટીમ હાલમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ન્યૂયોર્કમાં છે. ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ આ વૈશ્વિક ટુર્નામેન્ટ બાદ બાદ સમાપ્ત થઈ રહ્યો છે અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પહેલા જ ટીમ ઈન્ડિયાના હેડ કોચ માટે અરજીઓ મંગાવી હતી. તેની છેલ્લી તારીખ 27મી મે હતી, જે હવે પૂર્ણ થઈ ચૂકી છે. સમયમર્યાદા ખતમ થવા છતાં ભારતીય ટીમના હેડ કોચ પદના ઉમેદવારને લઈને સસ્પેન્સ છે કારણ કે અત્યાર સુધી આ અંગે બોર્ડ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.
ADVERTISEMENT
ગૌતમ ગંભીર અને જય શાહ મૌન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીર હેડ કોચની રેસમાં સૌથી આગળ છે. ગૌતમ ગંભીર IPL 2024 સિઝનમાં વિજેતા ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના મેન્ટર હતા. જોકે, તેમણે પણ આ મામલે મૌન સેવી લીધું છે. બંને પક્ષોએ આ અંગે કંઈ કહ્યું નથી પરંતુ એવું લાગે છે કે BCCIની સામે કોઈ દમદાર વિકલ્પ નથી. એવું માનવામાં આવે છે કે કોઈ મોટા વિદેશી નામે આ પદ માટે અરજી કરી નથી અને બોર્ડ સેક્રેટરી જય શાહ પહેલા જ કહી ચૂક્યા છે કે તેઓ એવા ઉમેદવારની શોધમાં છે જેઓ ભારતીય ક્રિકેટના સ્થાનિક માળખાથી સારી રીતે વાકેફ હોય. બીસીસીઆઈની નજર નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)ના વડા વીવીએસ લક્ષ્મણ પર હતી પરંતુ હૈદરાબાદના આ સ્ટાઈલિશ પૂર્વ ક્રિકેટર હેડ કોચ માટે રસ ન ધરાવતા હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચોઃ Hardik Pandya divorce news: IPL માં બગડેલી ઇમેજને સુધારવા Hardik એ રચ્યો 'કારસો'?
થોડો સમય લઈ શકે છે બોર્ડ
બોર્ડના એક સૂત્રએ ન્યૂઝ એજન્સી PTIને ટાંકીને કહ્યું કે, સમય મર્યાદા ઠીક છે પરંતુ બોર્ડ નિર્ણય લેતા પહેલા થોડો વધુ સમય લઈ શકે છે. હાલમાં ટીમ ટી20 વર્લ્ડ કપની તૈયારીમાં વ્યસ્ત છે. આ પછી શ્રીલંકા અને ઝિમ્બાબ્વેના પ્રવાસ પર સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવશે અને NCAના કોઈ સિનિયર કોચ ટીમની સાથે જઈ શકે છે. આવી સ્થિતિમાં ઉતાવળ શું છે?
ગંભીર-શાહ વચ્ચે થઈ હતી ચર્ચા
સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટાઈટલ જીત્યા બાદ KKRના તમામ સભ્યો ખુશીથી ઝૂમી ઉઠ્યા અને જશ્ન મનાવી રહ્યા હતા, તો ટીમના મેન્ટર ગૌતમ ગંભીર મેચ બાદ BCCI સેક્રેટરી જય શાહને મળ્યા હતા. બંનેની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ, જે બાદ ગૌતમ ગંભીર ભારતીય ટીમના કોચ બનશે તેવી અટકળો ફરી શરૂ થઈ. જોકે, KKRના માલિક શાહરૂખ ખાનના ગૌતમ ગંભીર સાથે ખૂબ જ નજીકના સંબંધો છે, તેથી તેમના માટે IPL ટીમ છોડવી સરળ નહીં હોય.
આ પણ વાંચોઃ IPL 2024 Award Winners List: ફાઈનલ હારવા છતાં SRH પર રૂપિયાનો વરસાદ, RR-RCBને પણ કરોડો મળ્યા
ગૌતમ ગંભીર બની શકે છે કોચ!
આપને જણાવી દઈએ કે, તાજેતરમાં બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. લોકસભા ચૂંટણી પહેલા 2 માર્ચે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ માહિતી આપી હતી. ગંભીરે લખ્યું કે તે હવે સક્રિય રાજનીતિમાં રહેવા માંગતો નથી. ક્રિકેટમાં એક્ટિવ થવા માટે તેઓએ આ નિર્ણય લીધો હતો. જે બાદ તેઓ કોલકાતાની ટીમના મેન્ટોર તરીકે જોડાયા હતા. ગૌતમ ગંભીરની કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમમાં એન્ટ્રી થતાં જ ખેલાડીઓ અને સ્ટાફમાં એક નવો જુસ્સો જોવા મળ્યો હતો. આઈપીએલની ગત સિઝનમાં પણ કોલકાતા નાઈટ રાઈડર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટ્રોફી પોતાના નામે કરી હતી. ગૌતમ ગંભીરના આ ગ્રાફને જોતા તેમને હેડ કોચ બનાવાય તેવી શક્યાતાઓ સૌથી વધારે છે.
ADVERTISEMENT