શ્રીલંકાના પૂર્વ ક્રિકેટરની તેના જ ઘરમાં ગોળી મારીને હત્યા, પત્ની-બાળકોની સામે બની ઘટના

શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર ધમ્મિકા નિરોશન (41)ની મંગળવારે રાત્રે (16 જુલાઈ) રાત્રે ગાલે જિલ્લાના નાના શહેર અમ્બાલાંગોડામાં તેમના નિવાસસ્થાને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

Dhammika Niroshana Shot Dead

શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર ધમ્મિકા નિરોશનની હત્યા

follow google news

Dhammika Niroshana Shot Dead : શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર ધમ્મિકા નિરોશન (41)ની મંગળવારે રાત્રે (16 જુલાઈ) રાત્રે ગાલે જિલ્લાના નાના શહેર અમ્બાલાંગોડામાં તેમના નિવાસસ્થાને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, નિરોશન તેની પત્ની અને બે બાળકો સાથે હતો ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ તેમના પર ગોળી ચલાવી હતી. પોલીસ હજુ સુધી આરોપીને પકડી શકી નથી. હાલમાં આ અંગે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે, પરંતુ ગુના પાછળનો હેતુ હજુ સ્પષ્ટ થયો નથી.

જમણા હાથનો ઝડપી બોલર નિરોશન સ્ટાર ખેલાડી હતો. તેની પાસે રમતગમતની પ્રતિભા હતી. તેણે 2001 અને 2004 ની વચ્ચે ગાલે ક્રિકેટ ક્લબ માટે 12 ફર્સ્ટ-ક્લાસ મેચ અને 8 લિસ્ટ A મેચ રમી, જેમાં તેણે 300 થી વધુ રન બનાવ્યા અને 19 વિકેટ લીધી.

તેની કેપ્ટનશીપમાં મોટા મોટા ખેલાડીઓ રમ્યા

તેણે 2000માં શ્રીલંકાની અંડર-19 ટીમમાં ડેબ્યૂ કર્યું અને બે વર્ષ સુધી અંડર-19 ટેસ્ટ અને ODI ક્રિકેટ રમી. તેણે 10 મેચમાં શ્રીલંકાની અંડર-19 ટીમની કેપ્ટનશિપ પણ કરી હતી. ફરવીઝ મહરૂફ, એન્જેલો મેથ્યુસ અને ઉપુલ થરંગા જેવા ખેલાડીઓ તેમની હેઠળ રમ્યા અને ઉચ્ચ સ્તરે શ્રીલંકાનું પ્રતિનિધિત્વ કર્યું. જોકે, નિરોશનની કારકિર્દી ક્યારેય સફળ રહી ન હતી. તેણે તેની છેલ્લી ક્રિકેટ મેચ ડિસેમ્બર 2004માં રમી હતી.

શ્રીલંકા ભારતની યજમાની કરશે

આ વચ્ચે ભારત હવે શ્રીલંકામાં T20 અને ODI શ્રેણી રમશે. T20 વર્લ્ડ કપ બાદ બંને ટીમો સામસામે ટકરાશે. વર્લ્ડ કપમાં વાનિન્દુ હસરાંગાની આગેવાની હેઠળની ટીમ ગ્રુપ સ્ટેજથી આગળ વધવામાં નિષ્ફળ રહી હતી. શ્રીલંકા હવે ટૂર્નામેન્ટ ચેમ્પિયન સામે ત્રણ મેચની T20 શ્રેણીમાં ટકરાશે, જે પછી ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે.

આ સીરિઝ 27મી જુલાઈએ ટી20થી શરૂ થશે. ખાસ વાત એ છે કે ભારતીય ક્રિકેટ પણ આ વખતે એક નવો અધ્યાય લખશે. કારણ કે મુખ્ય કોચ ગૌતમ ગંભીર ડેબ્યૂ કરશે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાની ટી-20 નિવૃત્તિ પછી પણ આ પ્રથમ મોટી શ્રેણી હશે.

    follow whatsapp