IPL 2024: મુંબઈ સામે હૈદરાબાદે રચ્યો ઇતિહાસ, 20 ઓવરમાં 277 રન ફટકારી તોડ્યો RCBનો રેકોર્ડ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મેચ રમાઈ રહી છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં મુંબઈની ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

IPL 2024, MI Vs SRH

IPLના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર

follow google news

IPL 2024, MI Vs SRH:  ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મેચ રમાઈ રહી છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં મુંબઈની ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 277 ફટકારી IPLના ઈતિહાસનો સૌથી હાઈએસ્ટ સ્કોર બનાવી દીધો છે. 


કોણે કેટલા રન બનાવ્યા?

ટ્રેવિસ હેડે 62, અભિષેક શર્માએ 63, એઇડન માર્કરામે 42 અને હેનરિક ક્લાસને 80 રન બનાવ્યા હતા.

આ સિઝનની ફાસ્ટેસ ફિફ્ટી

SRHએ સારી શરૂઆત કરી અને 3 વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા. આ સિઝનમાં હેડની આ પ્રથમ મેચ છે. મેદાન પર આવતાની સાથે જ તેણે 18 બોલમાં તોફાની ફિફ્ટી ફટકારી હતી. ત્યારબાદ અભિષેક શર્માએ 16 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ સિઝનમાં તેમણે સૌથી ફાસ્ટેસ ફિફ્ટી ફટકારી છે. હેનરિક ક્લાસને પણ પોતાની અડધી સદી પૂરી કરી લીધી છે. તેણે 23 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. 

બન્ને ટીમની પ્લેઇંગ-11


સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમાદ, શાહબાઝ અહેમદ, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે અને જયદેવ ઉનડકટ.

ઇમ્પેક્ટ પ્લેયર્સ: નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, ઉમરાન મલિક, ગ્લેન ફિલિપ્સ, ઉપેન્દ્ર યાદવ

આ પણ વાંચો:- Abhishek Sharma એ 16 બોલમાં જ ફટકારી ફિફ્ટી, મુંબઈના બોલર્સને ધોઈ નાખ્યા

મુંબઈ ઈન્ડિયન્સ (MI): હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), રોહિત શર્મા, નમન ધીર, તિલક વર્મા, ટિમ ડેવિડ, ગેરાલ્ડ કોત્ઝી, શમ્સ મુલાની, પીયૂષ ચાવલા, જસપ્રીત બુમરાહ અને ક્વેના મફાકા.

ઇમ્પેક્ટ પ્લેયર્સ: ડેવાલ્ડ બ્રેવિસ, રોમારિયો શેફર્ડ, મોહમ્મદ નબી, વિષ્ણુ વિનોદ, નેહલ વાઢેરા.

    follow whatsapp