Sports News : નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડની એલાન, મોહમ્મદ શમી સહિત 26ને અર્જુન એવોર્ડ, આ 2 ખેલાડીઓને ખેલ રત્ન

Sports News : આ વર્ષે આપવામાં આવનાર સ્પોર્ટ્સ એવોર્ડ માટે ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સૌથી મોટો સન્માન ખેલ રત્ન એવોર્ડ બેડમિન્ટન સ્ટાર…

gujarattak
follow google news

Sports News : આ વર્ષે આપવામાં આવનાર સ્પોર્ટ્સ એવોર્ડ માટે ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સૌથી મોટો સન્માન ખેલ રત્ન એવોર્ડ બેડમિન્ટન સ્ટાર જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીને આપવામાં આવશે. જ્યારે અર્જુન એવોર્ડ માટે સ્ટાર ક્રિકેટર મોહમ્મદ શમીના નામની જાહેરાત કરવામાં આવી છે. આ તમામ રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર 9 જાન્યુઆરી 2024ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આપવામાં આવશે. ખેલમંત્રાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આ તમામ એવોર્ડ ખેલાડીઓને રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવશે.

કયા ખેલાડીઓને મળશે અર્જૂન એવોર્ડ ?

-શ્રી ઓજસ પ્રવિણ દેવતાલે
-અદિતી ગોપીચંદ સ્વામી
-શ્રીશંકર એમ.
-પારુલ ચૌધરી
-મોહમીદ હુસૈનુદ્દીન
-આર વૈશાલી
-મોહમ્મદ શમી
-અનુશ અગ્રવાલા
-દિવ્યકૃતી સિંઘ
-દીક્ષા ડાગર
-કૃષ્ણ બહાદુર પાઠક
-પુખરામબામ સુશીલા ચાનુ
-પવન કુમાર
-રિતુ નેગી
-નસરીન
-પિંકી
-ઐશ્વર્યા પ્રતાપ સિંઘ તોમર
-ઈશા સિંહ
-હરિન્દર પાલ સિંઘ સંધુ
-આયહિકા મુખર્જી
-શ્રી સુનિલ કુમાર
-એન્ટિમ
-નૌરેમ રોશીબીના દેવી
-શીતલ દેવી
-ઇલુરી અજય કુમાર રેડ્ડી
-પ્રાચી યાદવ

    follow whatsapp