T20 World Cup: દક્ષિણ આફ્રિકાની સેમીફાઈનલમાં એન્ટ્રી, વેસ્ટઈન્ડીઝને 3 વિકેટથી હરાવ્યું

ICC T20 વર્લ્ડ કપ 2024ની 50મી મેચ વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝને 3 વિકેટથી હરાવ્યું અને આ સાથે જ T20 વર્લ્ડ કપ 2024ની સેમીફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે.

South Africa Qualified for Semi Final

દક્ષિણ આફ્રિકાની સેમીફાઈનલમાં એન્ટ્રી

follow google news

South Africa Qualified for Semi Final : ICC T20 વર્લ્ડ કપ 2024ની 50મી મેચ વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝને 3 વિકેટથી હરાવ્યું અને આ સાથે જ T20 વર્લ્ડ કપ 2024ની સેમીફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે.

મેચમાં વરસાદના કારણે 3 ઓવર ઘટાડવામાં આવી હતી

મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 135 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કાયલ મેયર્સે 35 રન બનાવ્યા હતા. ત્યારે રોસ્ટન ચેઝે 42 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી, જેમાં 3 ફોર અને 2 સિક્સ સામેલ હતી. ત્યારે મેચમાં વરસાદના કારણે ડકવર્થ-લુઇસ નિયમ હેઠળ 3 ઓવર ઘટાડવામાં આવી હતી અને દક્ષિણ આફ્રિકાને 17 ઓવરમાં 123 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 5 બોલ બાકી રહેતા લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

તબરેઝ શમ્સીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ

વેસ્ટ ઈન્ડિઝની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 135 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ માટે સૌથી વધુ રન રોસ્ટન ચેઝના બેટમાંથી આવ્યા, જેમણે 42 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 123 હતો. તેના સિવાય કાયલ મેયર્સે 35 રનની ઇનિંગ રમી હતી. ત્યારે દક્ષિણ આફ્રિકા માટે તબરેઝ શમ્સીએ અદભૂત બોલિંગ કરી અને કુલ 4 ઓવરના ક્વોટામાં 3 વિકેટ લીધી. મેચ બાદ તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

દક્ષિણ આફ્રિકાએ માત્ર 16.1 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કર્યો

એન્ટિગુઆમાં સાઉથ આફ્રિકાની ઇનિંગ્સ શરૂ થયા બાદ વરસાદ આવ્યો અને મેચને થોડો સમય રોકવી પડી. ત્યારબાદ ડકવર્થ-લુઇસ નિયમ હેઠળ મેચને 3 ઓવરનો ઘટાડો કરવામાં આવ્યો અને દક્ષિણ આફ્રિકાને 17 ઓવરમાં 123 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ માત્ર 16.1 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ટીમ માટે ટ્રિસ્ટન સ્ટબ્સે 29 અને હેનરિક ક્લાસને 22 રન બનાવ્યા હતા. માર્કો જાનસેને અણનમ 21 રન બનાવ્યા અને અંતે સિક્સર ફટકારીને મેચ પૂરી કરી.

દક્ષિણ આફ્રિકાની ટીમ 2014 બાદ પ્રથમ વખત ટી20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પ્રવેશી છે. આ સાથે જ યજમાન વેસ્ટ ઈન્ડિઝની સફરનો અંત આવ્યો. વેસ્ટ ઈન્ડિઝની ટીમ આજ સુધી ક્યારેય ટી20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી શકી નથી અને ફરી એકવાર ટીમને નિરાશાનો સામનો કરવો પડ્યો.

 

    follow whatsapp