રોહિત શર્મા સાથે અણબનાવના સમાચાર વચ્ચે શુભમન ગિલે ચોંકાવ્યા, શેર કર્યો આવો ફોટો

ભારતીય ટીમ હાલમાં USA અને વેસ્ટ ઈન્ડિઝમાં ટીમ વર્લ્ડ કપ 2024 રમી રહી છે, પરંતુ આ દરમિયાન એક સમાચારે બધાને ચોંકાવી દીધા હતા, જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે શુભમન ગિલ અને રોહિત શર્મા વચ્ચે કોઈ અણબનાવ છે, જેના કારણે બંનેએ એકબીજાને અનફોલો કરી દીધા છે. જોકે, શુભમન ગિલે એક ઈન્સ્ટા સ્ટોરી શેર કરીને તમામ અટકળોને પૂર્ણ વિરામ લગાવી દીધો છે.

shubhman gill and rohit sharma

શુભમન ગિલ અને રોહિત શર્મા

follow google news

Shubhman Gill and Rohit Sharma : ભારતીય ટીમ હાલમાં USA અને વેસ્ટ ઈન્ડિઝમાં ટીમ વર્લ્ડ કપ 2024 રમી રહી છે, પરંતુ આ દરમિયાન એક સમાચારે બધાને ચોંકાવી દીધા હતા, જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે શુભમન ગિલ અને રોહિત શર્મા વચ્ચે કોઈ અણબનાવ છે, જેના કારણે બંનેએ એકબીજાને અનફોલો કરી દીધા છે. જોકે, શુભમન ગિલે એક ઈન્સ્ટા સ્ટોરી શેર કરીને તમામ અટકળોને પૂર્ણ વિરામ લગાવી દીધો છે.

શુભમન ગિલની ઇન્સ્ટા સ્ટોરી સામે આવી

T20 વર્લ્ડ કપ 2024 દરમિયાન કેપ્ટન રોહિત શર્મા સાથે અણબનાવના સમાચાર વચ્ચે શુભમન ગિલે એક ઇન્સ્ટા સ્ટોરી શેર કરી છે, જેમાં બે તસવીરો છે. એક ફોટોમાં તે અને રોહિત શર્મા જોવા મળી રહ્યા છે, જ્યારે બીજા ફોટોમાં રોહિત શર્માના ખોળામાં તેની પુત્રી સમાયરા છે અને તેઓ સાથે ઉભા છે. તેના કેપ્શનમાં શુભમન ગિલે લખ્યું કે, "હું અને સેમી (સમાયરા) રોહિત શર્મા પાસેથી શિસ્તની કળા શીખી રહ્યા છીએ."

રોહિત શર્મા સાથે અણબનાવના સમાચાર વહેતા થયા હતા

ગિલની આ ઈન્સ્ટા સ્ટોરી પરથી સ્પષ્ટ થાય છે કે બંને વચ્ચે કોઈ અણબનાવ નથી. જો કે, એક વર્ગ એવું કહી રહ્યો છે કે, આ ડેમેજ કંટ્રોલ કરાઈ રહ્યું છે. ગિલ અને રોહિત વચ્ચેના અણબનાવના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે શુભમન ગિલને T20 વર્લ્ડ કપ 2024ની પ્રવાસી ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યો. તે ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે ટીમ સાથે હતો, પરંતુ હવે ઘરે પરત ફરી રહ્યો છે. અન્ય એક ખેલાડી ભારત પરત ફરી રહ્યો છે, જે 15 સભ્યોની ટીમમાં નહોતો.

તેમના ઘરે પરત ફરવાના સંદર્ભમાં એવા અહેવાલો પણ સામે આવ્યા હતા કે તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. કદાચ આ જ કારણ છે કે શુભમન ગિલે રોહિત શર્માને લઈને આ પોસ્ટ કરી છે. બીજી એક વાત નોંધનીય છે કે શુભમન ગિલ હજુ પણ રોહિત શર્માને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરી રહ્યો નથી. શુભમન ગિલ અને રોહિત શર્માએ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરી છે, પરંતુ ગિલ હાલમાં મુખ્ય ટીમનો ભાગ નથી.

    follow whatsapp