World Cup 2023: ડેન્ગ્યૂથી બીમાર શુભમન ગિલનો પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટ્યો, હોસ્પિટલમાં દાખલ કરાયો

ICC World Cup 2023: ભારતના સ્ટાર ઓપનર શુભમન ગિલના હેલ્થ અપડેટે ટીમ ઈન્ડિયા અને ચાહકોની ચિંતા વધારી દીધી છે. ડેન્ગ્યુથી પીડિત શુભમન ગિલને પ્લેટલેટ્સ ઓછા…

gujarattak
follow google news

ICC World Cup 2023: ભારતના સ્ટાર ઓપનર શુભમન ગિલના હેલ્થ અપડેટે ટીમ ઈન્ડિયા અને ચાહકોની ચિંતા વધારી દીધી છે. ડેન્ગ્યુથી પીડિત શુભમન ગિલને પ્લેટલેટ્સ ઓછા થવાને કારણે ચેન્નાઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શુભમન ગિલ બુધવારે અફઘાનિસ્તાન સામેની મેચમાંથી પહેલા જ બહાર થઈ ગયો છે. હવે શનિવારે પાકિસ્તાન સામેની મેચમાં ગિલના રમવાની કોઈ શક્યતા જણાતી નથી. ગિલની ગેરહાજરીમાં ઈશાન કિશન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતો જોવા મળશે.

ચેન્નઈની હોસ્પિટલમાં એડમિટ ગિલ

મંગળવારના રોજ BCCI દ્વારા શુભમન ગિલની હેલ્થ અપડેટ જાહેર કરવામાં આવી હતી. હેલ્થ અપડેટમાં જણાવવામાં આવ્યું હતું કે શુભમન ગિલ ટીમ સાથે દિલ્હી ગયો નથી અને તે ચેન્નાઈમાં રહીને તેની સારવાર કરાવશે. નવીનતમ માહિતી અનુસાર, મંગળવારની સાંજે, શુભમન ગિલના પ્લેટલેટ્સ ઓછા થઈ ગયા અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. હાલમાં શુભમન ગિલ ચેન્નાઈની હોસ્પિટલમાં જ દાખલ છે.

ગિલ ટીમમાં રહેશે

ગયા અઠવાડિયે શુભમન ગિલનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પછી ગિલ રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાંથી બહાર થઈ ગયો હતો. એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ગિલ શનિવારે પાકિસ્તાન સામે રમાનાર મેચ માટે ફિટ થશે. પરંતુ હવે આની કોઈ શક્યતા જણાતી નથી. ડેન્ગ્યુ જેવા રોગમાંથી સાજા થવામાં ઓછામાં ઓછા બે અઠવાડિયા લાગે છે. આવી સ્થિતિમાં ગિલ આવતા સપ્તાહની શરૂઆતમાં જ પ્રેક્ટિસમાં પરત ફરી શકશે.

જોકે, બીસીસીઆઈ ગિલના સ્થાનની જાહેરાત કરશે નહીં અને તે વર્લ્ડ કપમાં ટીમનો ભાગ રહેશે. ગિલ આ વર્ષે વનડેમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. એકવાર સંપૂર્ણ ફિટ થઈ ગયા બાદ ગિલ વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી મોટો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

    follow whatsapp