નવી દિલ્હી: ભારતીય સ્ટાર ક્રિકેટર શિખર ધવન છેલ્લા ત્રણ વર્ષથી પોતાના પુત્ર જોરાવરને મળવા માટે તલપાપડ છે. હવે પટિયાલા હાઉસ કોર્ટે ધવનથી વિખૂટા પડી ગયેલી પત્ની આયેશા મુખર્જીને તેમના 9 વર્ષના પુત્ર જોરાવરને ધવન અને તેના પરિવારને ફરી મળવા માટે ભારત લાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આદેશમાં કહ્યું કે, એકલી માતાનો પુત્ર પર કોઈ વિશેષ અધિકાર નથી.
ADVERTISEMENT
કોર્ટે આયેશા મુખર્જીને ફટકાર લગાવી
પટિયાલા હાઉસ કોર્ટના જસ્ટિસ હરીશ કુમારે બાળકને ભારત લાવવા સામે વાંધો ઉઠાવવા બદલ આયેશા મુખર્જીને ઠપકો આપ્યો હતો. ફેમિલી કોર્ટને કહેવામાં આવ્યું કે, ધવનના પરિવારે ઓગસ્ટ 2020થી બાળકને જોયો નથી. શરૂઆતમાં તે 17 જૂનના રોજ નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ પછી બાળકની શાળાની રજા અને સમયપત્રકને ધ્યાનમાં રાખીને તેને 1 જુલાઈ સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું. જો કે, મુખર્જીએ ફરી વાંધો ઉઠાવ્યો અને દાવો કર્યો કે આ ફેમિલી ફંક્શન અસફળ રહેશે કારણ કે પરિવારના અન્ય સભ્યો સાથે નવી તારીખ અંગે સલાહ લેવામાં આવી ન હતી. આમ કરતા કરતા આયેશાએ જોરાવરને ભારત લાવવામાં ત્રણ વર્ષ લગાડી દીધા.
કોર્ટે શું કહ્યું?
આયેશાએ જોરાવરને ભારત લાવવા સામે વાંધો ઉઠાવ્યો ત્યારે કોર્ટે પૂછ્યું કે તમારી સમસ્યા શું છે. શિખર ધવન પોતાના બાળકની કસ્ટડી માંગતો નથી. તે ઈચ્છે છે કે ઝોરાવર તેની સાથે થોડા દિવસો ભારતમાં રહે. કોર્ટે કહ્યું- ‘શિખર ધવનનો પરિવાર 2020થી જોરાવરને મળ્યો નથી. માતાની સાથે સાથે પિતાનો પણ બાળક પર અધિકાર છે. શિખર ધવન પણ અત્યાર સુધી ખરાબ પિતા સાબિત થયો નથી. આવી સ્થિતિમાં ઝોરાવરને મળવા દેવામાં કોઈ વાંધો કેમ છે? તે જ સમયે, આયેશાએ કહ્યું કે, ફેમિલી ફંક્શન પહેલા ઘરના બાકીના લોકો પાસેથી કોઈ સલાહ લેવામાં આવી ન હતી, જેના કારણે સમસ્યાઓ થઈ રહી છે.
ધવન પહેલી નજરમાં જ આયેશાના પ્રેમમાં પડી ગયો હતો
શિખર અને આયેશાના લગ્ન 2012માં થયા હતા. બંને 2020માં અલગ થઈ ગયા હતા. આયેશા જોરાવર સાથે ઓસ્ટ્રેલિયા ગઈ હતી, ત્યારથી ધવન પણ તેના પુત્રને મળી શક્યો નહોતો. ધવને આયેશાને ફેસબુક પર જોઈ હતી અને ત્યારથી તે તેના પર મોહી ગયો હતો. ધીરે-ધીરે બંનેની મિત્રતા થઈ અને પછી તે પ્રેમમાં બદલાઈ ગઈ. 2009માં ધવને આયેશા સાથે સગાઈ કરી અને 2012માં બંનેએ લગ્ન કર્યા. ધવનના આ પહેલા અને આયેશાના બીજા લગ્ન છે. આ પહેલા આયેશાના લગ્ન ઓસ્ટ્રેલિયાના એક બિઝનેસમેન સાથે થયા હતા, જેનું બ્રેકઅપ થઈ ગયું હતું. આયેશાને તેના પહેલા લગ્નથી બે પુત્રીઓ પણ છે. ધવન આયેશા કરતા 10 વર્ષ નાનો છે. આયેશા અને ધવનને એક પુત્ર ઝોરાવર છે.
ADVERTISEMENT