T20 World Cup 2024 Warm up Match Full Schedule: ICC T20 વર્લ્ડ કપ 1 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. તેને લઈને પાકિસ્તાન સિવાય તમામ ટીમોએ તેમની સ્વોડ પણ જાહેર કરી દીધી છે. પાકિસ્તાન સિવાય 19 ટીમો તેમની સ્વોડ જાહેર કરી ચૂકી છે. વર્લ્ડ કપને લઈને ફેન્સમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ કડીમાં ICCએ વોર્મ-અપ મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ભારતીય ટીમને પણ એક વોર્મ અપ મેચ રમવાની છે. આ મેચ 1 જૂને બાંગ્લાદેશ સામે રમાવાની છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ Video: ભારતીય કેપ્ટનએ કરી સંન્યાસની જાહેરાત, આ દિવસે રમશે પોતાની છેલ્લી મેચ
તમામ ખેલાડીઓને મળશે તક
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એકમાત્ર વોર્મ-અપ મેચ અમેરિકામાં રમાશે. આને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. તમને જણાવી દઈએ કે, ICC દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલમાં 3 ટીમોના નામ નથી. આ 3 ટીમોમાં પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમ સામેલ છે. આ સિવાય 17 ટીમો વોર્મ-અપ મેચ રમવાની છે. આ મેચો 20-20 ઓવરની હશે, જેમાં તમામ 15 ખેલાડીઓને રમવાની તક મળશે. આવી સ્થિતિમાં વિશ્વ કપ પહેલા આપણા ઈનફોર્મ ખેલાડીઓની ઓળખ થઈ શકશે. ભારતીય ટીમને ICC T20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમવાની છે, આ મેચ ન્યૂયોર્કમાં રમાશે.
આ પણ વાંચોઃ અંબાણીની ટીમથી કરિયરની શરૂઆત, પછી લાગ્યા ફિક્સિંગના ડાઘ, જ્યારે લગ્ન પહેલા પોલીસ ક્રિકેટરને ઉઠાવી ગઈ
ક્યારે-ક્યારે ટીમ-ઈન્ડિયાની મેચ?
5 જૂન- ભારત અને આયર્લેન્ડ, ન્યૂયોર્ક
9 જૂન- ભારત અને પાકિસ્તાન, ન્યૂયોર્ક
12 જૂન- ભારત અને યુએસએ, ન્યુયોર્ક
15 જૂન- ભારત અને કેનેડા, ફ્લોરિડા
ADVERTISEMENT