Rohit Sharma Video: થોડા દિવસો પહેલા રોહિત શર્માનો એક વીડિયો વાયરલ થયો હતો. KKR સામેની મેચ પહેલા રોહિત શર્મા તેના જૂના મિત્ર અભિષેક નાયર સાથે વાત કરી રહ્યો હતો. નાયર KKRના સપોર્ટ સ્ટાફનો ભાગ છે. KKR એ રોહિત અને નાયરની વાત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. રોહિત હાર્દિકના આગમન બાદ મુંબઈ ઈન્ડિયન્સમાં થઈ રહેલા ફેરફારો વિશે વાત કરી રહ્યો હતો. ત્યારપછી KKRએ વીડિયો ડિલીટ કરી દીધો હતો પરંતુ ત્યાં સુધીમાં તે વાયરલ થઈ ગયો હતો.
ADVERTISEMENT
રોહિત શર્માએ હાથ જોડી દીધા
રોહિત શર્માનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચ પહેલાનો હોવાનું કહેવાય છે. આમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા તેના અન્ય ખાસ મિત્ર ધવલ કુલકર્ણી સાથે વાત કરી રહ્યો હતો. ત્યારે કેમેરા તેમને શૂટ કરી રહ્યો હતો. રોહિતે આ જોયું. તેણે હાથ જોડીને કહ્યું, 'ભાઈ, ઓડિયો બંધ કરો. એક ઓડિયોએ મારી વાટ લગાવી દીધી છે.
અભિષેક નાયર સાથેનો વીડિયો વાયરલ થયો હતો
રોહિતની નય્યર સાથેની વાતચીત અગાઉ વાયરલ થઈ હતી, જેના કારણે એવી અફવાઓ ફેલાઈ હતી કે મુંબઈ ઈન્ડિયન્સનો બેટ્સમેન આઈપીએલ 2024 પછી ફ્રેન્ચાઈઝી છોડી શકે છે. KKR એ વાતચીતનો એક વિડિયો પોસ્ટ કર્યો હતો જેને બાદમાં ફ્રેન્ચાઇઝી દ્વારા હટાવી દેવામાં આવ્યો હતો. રોહિત શર્માએ આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જ્યારથી તેને સુકાની પદ પરથી હટાવી દેવામાં આવ્યો છે. ચાહકો તેને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે. રોહિતે આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે 14 મેચમાં 32.08ની એવરેજ અને 150ના સ્ટ્રાઈક રેટથી 417 રન બનાવ્યા છે.
ADVERTISEMENT