VIDEO: રોહિત-ગબ્બરની 'દોસ્તી', વર્ષો બાદ આ અંદાજમાં લાગ્યા ગળે, બંનેએ ભાંગડા પણ કર્યા

Rohit Sharma reunites with Shikhar Dhawan: IPL 2024માં 18 એપ્રિલના રોજ પંજાબ કિંગ્સ (PBKS) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચને મુંબઈએ  રોમાંચક રીતે 9 રને જીતી લીધી હતી

Rohit Sharma reunites with Shikhar Dhawan

રોહિત-ગબ્બરનો વીડિયો વાયરલ

follow google news

Rohit Sharma reunites with Shikhar Dhawan: IPL 2024માં 18 એપ્રિલના રોજ પંજાબ કિંગ્સ (PBKS) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચને મુંબઈએ  રોમાંચક રીતે 9 રને જીતી લીધી હતી. સૂર્યકુમાર યાદવ અને જસપ્રિત બુમરાહના શાનદાર પ્રદર્શનના કારણે પંજાબને તેના હોમ ગ્રાઉન્ડ પર મુંબઈ સામે 9 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં  પંજાબ ટીમનો કેપ્ટન શિખર ધવન ઈજાના કારણે બહાર હતો અને ટીમનું કામન સેમ કુરેને સાંભળી હતી. આ વચ્ચે શિખર ધવન અને રોહિત શર્માનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા બંનેની જબરદસ્ત મિત્રતા જોવા મળી હતી.

રોહિત-ગબ્બરનો વીડિયો વાયરલ

શિખર ધવન અને રોહિત શર્માની મુલાકાતને લોકો ખૂબ વખાણી રહ્યા છે. ગઇકાલે મેચ પહેલા જ્યારે રોહિતે શિખરને જોયો ત્યારે તેની નજીક જઈ તેની સાથે ગળે મળ્યો, ત્યારબાદ બંનેએ ભાંગડા ડાન્સ સ્ટેપ પણ કરતાં જોવા મળ્યા હતા. ખૂબ લાંબા સમય સુધી આ જોડીએ ભારતીય ટીમ માટે ઓપનિંગ કરી છે. બંને વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ છે અને આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.


બંનેનું પર્ફોમન્સ આ IPLમાં કેવું રહ્યું છે?

આ IPLમાં રોહિતે 7 મેચમાં 49.50ની એવરેજથી 297 રન બનાવ્યા છે. હિટમેનનો સ્ટ્રાઈક રેટ પણ 164.08 છે. IPLમાં રન બનાવવાના મામલે તે હાલમાં ત્રીજા સ્થાને છે. કોહલીના નામે હાલમાં IPLમાં સૌથી વધુ રન છે. રિયાન પરાગ બીજા નંબરે છે. જ્યારે ગબ્બર તરીકે પ્રખ્યાત શિખર ધવને 5 IPL મેચોમાં 30.40ની એવરેજ અને 125.61ની સ્ટ્રાઈક રેટથી 152 રન બનાવ્યા છે. 
 

    follow whatsapp