Rohit Sharma Profile Photo: ભારતે ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમના કેપ્ટન રોહિત શર્માના ચારેકોર ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત શર્માએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રોફાઈલ ફોટા બદલ્યા છે. ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત શર્માએ બાર્બાડોસના મેદાનમાં તિરંગો લહેરાવ્યો હતો અને બાદમાં તેને જમીન પર લગાવવાનો પ્રયાસ કર્યો હતો. રોહિત શર્માનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો, જે બાદ હવે રોહિત શર્માએ તેમના એક્સ એકાઉન્ટ પર પ્રોફાઈલમાં પણ આ ફોટાને લગાવ્યો છે. હવે રોહિત શર્માના આ ફોટાને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ લાલઘુમ થઈ ગયા છે.
ADVERTISEMENT
શું રોહિત શર્માથી થઈ ગઈ ચૂક?
ખરેખર, રોહિત શર્માની આ પ્રોફાઈલમાં તિરંગો જમીનને સ્પર્શતો જોવા મળી રહ્યો છે. જેના કારણે સોશિયલ મીડિયા યુઝર્સ ભડકી ગયા છે અને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે રોહિત શર્માએ તિરંગાનું અપમાન કર્યું છે, જેના માટે રોહિત શર્માએ માફી પણ માંગવી જોઈએ.
ફોટાને જોઈને યુઝર્સ ભડક્યાં
જોકે, રોહિત શર્માને જોઈને એવું નથી લાગી રહ્યું કે તેઓએ જાણી જોઈને આવું કર્યુ હોય. એક યુઝરે આ પોસ્ટ શેર કરીને લખ્યું કે તિરંગો જમીનને સ્પર્શવો ન જોઈએ. કાયદા અનુસાર, આવું કરનાર વ્યક્તિને ત્રણ વર્ષ સુધીની જેલ અથવા દંડની સજા થઈ શકે છે.
શું છે નેશનલ ફ્લેગનો નિયમ?
વાસ્તવમાં જો કોઈ ભારતીય તિરંગાને જમીન પર સ્પર્શ કરાવે છે તો તેને રાષ્ટ્રધ્વજનું અપમાન માનવામાં આવે છે. પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટ, 1971ની કલમ હેઠળ કોઈ પણ વ્યક્તિને જાણીજોઈને જમીન પર તિરંગો લહેરાવવાની કે તેના પર પાણી રેડવાની મંજૂરી નથી.
ADVERTISEMENT