Rohit Sharma Video Viral: ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા તાજેતરમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી ફ્રી થયા છે. તેમની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ (MI) IPL પ્લેઓફમાં નથી પહોંચી શકી. હવે રોહિત શર્માએ જૂનમાં યોજાનારા ટી20 વર્લ્ડ કપ 2024ની તૈયારી શરૂ કરી દીધી છે.
ADVERTISEMENT
રોહિત શર્માની પોસ્ટે જગાવી ચર્ચા
પરંતુ આ વચ્ચે રોહિત શર્માએ સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ શેર કરીને ફેન્સની વચ્ચે સનસનાટી મચાવી દીધી. પોસ્ટ જોઈને લાગે છે કે રોહિત શર્માએ ઘણા ગુસ્સામાં આ વાત લખી છે. વાસ્તવમાં, આ પોસ્ટ દ્વારા રોહિત શર્માએ IPL બ્રોડકાસ્ટર ચેનલને આડેહાથ લીધી છે.
ચેનલે ચલાવ્યા પર્સનલ વીડિયો
રોહિત શર્માએ આ વાતથી નારાજ છે કે તેમના ઈનકાર કરવા છતાં ચેનલે તેમના પર્સનલ વીડિયો ચલાવ્યા છે. તેમનું કહેવું છે કે ખેલાડીઓની પણ પર્સનલ લાઈફ હોય છે. તેઓ પણ મિત્રો સાથે વાત કરે છે, ફરવા જાય છે, પરિવારની સાથે હોય છે. આ બધું રેકોર્ડ કરીને ચલાવવું યોગ્ય નથી.
કેપ્ટન રોહિત શર્માએ પોસ્ટમાં શું લખ્યું?
રોહિત શર્માએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, 'ક્રિકેટર્સની જીંદગી ખૂબ જ દખલઅંદાજીવાળી બની ગઈ છે. કેમેરા અમારી દરેક હિલચાલ અને વાતચીતને રેકોર્ડ કરી રહ્યા છે, અમે અમારા મિત્રો સાથે, સાથી ખેલાડીઓ સાથે, ટ્રેનિંગ દરમિયાન અને મેચના દિવસોમાં શું કરી છીએ તે બધું રેકોર્ડ કરવામાં આવે છે.'
ઈનકાર કરવા છતાં ચલાવ્યા વીડિયો
તેમણે વધુમાં કહ્યું કે, 'સ્ટાર સ્પોર્ટ્સને કહેવામાં આવ્યું હતું કે વાતચીતને રેકોર્ડ ન કરે, છતાં તેમણે આવું કહ્યું અને ઓનએર પણ કરી દીધું, જે ગોપનીયતાનું ઉલ્લંઘન છે.' નોંધનીય છે કે, IPL દરમિયાન રોહિતના ઘણા વીડિયો વાયરલ થયા છે, જેના કારણે હિટમેન લાલઘુમ થઈ ગયા છે.
ADVERTISEMENT