- રોહિત શર્માને સ્થાને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવા વિશે માર્ક બાઉચરે આપી સ્પષ્ટતા.
- માર્ક બાઉચરની સ્પષ્ટતાના વીડિયો પર રોહિતની પત્ની રિતિકા સજદેહની કોમેન્ટથી ખળભળાટ.
- રિતિકાએ કોમેન્ટ કરીને લખ્યું, આમાં ઘણી બધી બાબતો ખોટી છે.
Rohit Sharma, Mumbai Indians News: ઈન્ડિયન પ્રીમિયર લીગની સૌથી સફળ ફ્રેન્ચાઈઝી પૈકીની એક મુંબઈ ઈન્ડિયન્સ(Mumbai Indians) પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે. ટીમે તેના ચેમ્પિયન કેપ્ટન રોહિત શર્માને (Rohit Sharma) આગામી સિઝન પહેલા કેપ્ટનશીપથી હટાવી દીધો છે. રોહિતની જગ્યાએ મુંબઈએ હાર્દિક પંડ્યાને (Hardik Pandya) પોતાનો નવો કેપ્ટન બનાવ્યો છે. ફ્રેન્ચાઇઝીના આ નિર્ણયથી ચાહકોમાં ભારે નિરાશા છે. જેના કારણે ટીમને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં, હવે ટીમના મુખ્ય કોચ માર્ક બાઉચરે (Mark Boucher) એક પોડકાસ્ટમાં જણાવ્યું કે રોહિતની જગ્યાએ હાર્દિકને કેમ કેપ્ટન બનાવવામાં આવ્યો? પરંતુ બાઉચરના આ પોડકાસ્ટ વીડિયો પર રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહની એક કોમેન્ટ આવી, જેણે સાબિત કરી દીધું કે કેપ્ટનશિપમાં ફેરફાર સામાન્ય રીતે થયો નથી.
ADVERTISEMENT
રોહિતના સ્થાને હાર્દિકને કેમ બનાવાયો કેપ્ટન?
બાઉચર પોડકાસ્ટમાં કહી રહ્યા છે કે, હાર્દિકને કેપ્ટન બનાવવો એ ‘ક્રિકેટ સંબંધિત નિર્ણય’ હતો અને લોકોએ તેને લઈને ‘ભાવનાત્મક’ ન થવું જોઈએ. તેણે કહ્યું કે હાર્દિકને નવો કેપ્ટન બનાવવો એ મુંબઈ ઈન્ડિયન્સ માટે પરિવર્તનનો એક ભાગ છે.
તેણે કહ્યું, ‘મને લાગે છે કે આ સંપૂર્ણ રીતે ક્રિકેટનો નિર્ણય હતો. અમે હાર્દિકને પરત લાવવાની તક જોઈ. આ આપણા માટે પરિવર્તનનો સમયગાળો છે. ભારતમાં ઘણા લોકો લાગણીશીલ બને છે, પરંતુ તમારે રમત અને લાગણીઓને એકબીજાથી અલગ રાખવાની જરૂર છે.
‘હાર્દિકની નેતૃત્વ કુશળતા ઘણી સારી છે’
તેણે કહ્યું, ‘તે મુંબઈ ઈન્ડિયન્સનો ખેલાડી છે. તે બીજી ફ્રેન્ચાઈઝીમાં ગયો, પ્રથમ વર્ષે ટાઈટલ જીત્યું અને બીજા વર્ષે રનર-અપ રહ્યો. તેથી સ્પષ્ટપણે તેની નેતૃત્વ કુશળતા પણ ઘણી સારી છે.
વીડિયો પર રિતિકાની કમેન્ટ
માર્ક બાઉચરના આ વીડિયો પર ટિપ્પણી કરતા રિતિકાએ લખ્યું, ‘આમાં ઘણી બધી બાબતો ખોટી છે.’ રિતિકાની આ ટિપ્પણી મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં હલચલ મચાવી શકે છે. રોહિત શર્મા મુંબઈનો કેપ્ટન છે જેણે પાંચ વખત IPLનો ખિતાબ જીત્યો છે. સાથે જ તેની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે.
2015 માટે હાર્દિકે MIમાં ડેબ્યૂ કર્યું હતું
તમને જણાવી દઈએ કે હાર્દિકે વર્ષ 2015માં મુંબઈ ઈન્ડિયન્સ માટે ડેબ્યૂ કર્યું હતું અને તે 2021 સુધી 6 સીઝન રમ્યો હતો. આ પછી, તે 2022 માં ગુજરાત ટાઇટન્સમાં જોડાયો અને તેની કપ્તાની હેઠળની પ્રથમ સિઝનમાં ટીમને ચેમ્પિયન બનાવી. એટલું જ નહીં બીજી સિઝનમાં પણ હાર્દિકના નેતૃત્વમાં ગુજરાતની ટીમ રનર્સઅપ રહી હતી.
ADVERTISEMENT