6 મહિના પછી રિષભ પંત ટેકા વગર સીડી ચડ્યો, જીમમાં કસરત પણ કરી, સામે આવ્યો VIDEO

નવી દિલ્હી: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં હાર બાદ ભારતીય ચાહકો સૌથી વધુ કોઈ એક ખેલાડીના કમબેકની રાહ જોઈ રહ્યા છે, તે છે વિકેટ કીપર…

gujarattak
follow google news

નવી દિલ્હી: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં હાર બાદ ભારતીય ચાહકો સૌથી વધુ કોઈ એક ખેલાડીના કમબેકની રાહ જોઈ રહ્યા છે, તે છે વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત. 25 વર્ષીય પંત ગયા વર્ષે રૂડકીમાં પોતાના ઘરે જતી વખતે કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. રિષભની કારને દિલ્હી-દહેરાદૂન હાઈવે પર અકસ્માત નડ્યો હતો.

બેંગલુરુમાં NCAમાં રિહેબ હેઠળ છે પંત
કાર અકસ્માતને લગભગ 6 મહિના વીતી ગયા બાદ રિષભ પંતની રિકવરીમાં પણ તેજી જોવા મળી રહી છે. પંત હાલમાં બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિહેબની પ્રક્રિયા હેઠળ છે. અહીં તે પોતાની ફિટનેસ વિશેની અપડેટ ફેન્સ સાથે શેર કરતો રહે છે. આ દરમિયાન પંતે હવે એક વિડીયો શેર કર્યો છે જેમાં તે કોઈ પણ ટેકા વગર સીડીઓ ચડતો જોવા મળી રહ્યો છે.

રિષભ પંતે રિકવરીનો વીડિયો મૂક્યો
ઋષભ પંત દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી વિડિયો ક્લિપમાં તેણે પોતાની રિકવરી અંગે બે અલગ અલગ સમય દર્શાવ્યા છે. ક્લિપમાં એક જગ્યાએ તે સીડી ચડતી વખતે પીડામાં જોવા મળી રહ્યો છે, જ્યારે એક જગ્યાએ તે કોઈ પણ ટેકા વિના સરળતાથી સીડીઓ ચઢવામાં સફળ રહ્યો હતો.

પંતના વીડિયો પર ગર્લફ્રેન્ડે આપ્યું રિએક્શન
તેની આ વીડિયો ક્લિપમાં રિષભ પંતે કેપ્શનમાં લખ્યું છે કે, કેટલીકવાર સરળ વસ્તુઓ પણ મુશ્કેલ બની જાય છે. પંતનો આ વીડિયો આવ્યા બાદ ચાહકો સતત પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તેની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ પણ હાર્ટ ઈમોજી બનાવીને આ વીડિયો પર કોમેન્ટ કરી હતી. હજુ સુધી, પંત કેટલા સમય સુધી મેદાનમાં પરત ફરી શકશે તે અંગે સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. પરંતુ તમામ ચાહકો અને BCCI આશા રાખી રહ્યા છે કે તે ODI વર્લ્ડ કપ 2023માં રમતા જોવા મળશે.

જીમમાં કસરત પણ કરી
બીજી તરફ તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોતાનો જીમમાં કસરત કરતો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તે લાકડીના ટેકે એક પગ પર કસરત કરતા જોવા મળી રહ્યો છે. જોકે આ દરમિયાન તેના ઘૂંટણમાં ખૂબ પીડા થતી હોવાનો ભાવ પણ તેના ચહેરા પર જોઈ શકાય છે.

    follow whatsapp