'નીરજ ચોપરા ગોલ્ડ જીતશે તો...' ગોલ્ડન બોય પર Rishabh Pantનું '1 લાખ'વાળું ટ્વીટ થયું વાઈરલ

Rishabh Pant's Twitter Account: રિષભ પંતના X એકાઉન્ટમાંથી એક વિચિત્ર ઓફર આપવામાં આવી છે. પંતના X એકાઉન્ટમાંથી લખવામાં આવ્યું છે કે, જો નીરજ પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતે છે તો તે લકી વિનરને 100089 રૂપિયા આપશે જે કોમેન્ટને લાઈક અને ટ્વિટ કરશે.

Rishabh Pant

Rishabh Pant

follow google news

Rishabh Pant's Twitter Account: રિષભ પંતના X એકાઉન્ટમાંથી એક વિચિત્ર ઓફર આપવામાં આવી છે. પંતના X એકાઉન્ટમાંથી લખવામાં આવ્યું છે કે, જો નીરજ પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતે છે તો તે લકી વિનરને 100089 રૂપિયા આપશે જે કોમેન્ટને લાઈક અને ટ્વિટ કરશે. તેણે એમ પણ કહ્યું કે, ટોપ 10 લોકોને પણ ફ્લાઈટ ટિકિટ મળશે. પરંતુ આ ટ્વિટ પછી ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે રિષભ પંતનું X એકાઉન્ટ હેક થઈ ગયું છે, કારણ કે ક્રિકેટરની આવી પોસ્ટ ભાગ્યે જ જોવા મળે છે.

શું રિષભ પંતનું એકાઉન્ટ હેક થયું છે?

રિષભ પંતે 7 ઓગસ્ટના રોજ સવારે 7:05 વાગ્યે એક પોસ્ટ કરી છે. જેમાં લખ્યું હતું કે, "જો નીરજ ચોપરા આવતીકાલે ગોલ્ડ મેડલ જીતી જશે, તો હું ટ્વીટ પર સૌથી વધુ લાઈક અને કોમેન્ટ કરનાર નસીબદાર વિજેતાને 100089 રૂપિયા આપીશ. અને બાકીના ટોપ 10 લોકોને ફ્લાઈટ ટિકિટ મળશે. આવો મારા ભાઈને ભારત અને સમગ્ર વિશ્વમાંથી સપોર્ટ કરો.

એટલું જ નહીં, ઋષભ પંતના આ ટ્વીટ બાદ તેના એકાઉન્ટ પરથી બીજી એક ટ્વીટ કરવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે, "હું સંપૂર્ણ રીતે સંમત છું! પરિણામ ગમે તે આવે, આપણા એથ્લેટ્સનું સમર્થન કરવું મહત્વપૂર્ણ છે. તેમનું સમર્પણ, સખત મહેનત અને રમતગમત માટે જે સખત મહેનત અને ઉત્સાહ લાવે છે તેની આપણે બધાએ પ્રશંસા કરવી જોઈએ અને ઉજવણી કરવી જોઈએ! ટ્વીટના અંતમાં ભારતના ધ્વજ અને ગોલ્ડ મેડલનું ઈમોજી છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ઋષભ પંત તરફથી એકાઉન્ટ હેકને લઈને કોઈ માહિતી આવી નથી.

નીરજ ચોપરા પાસેથી ગોલ્ડની આશા

તમને જણાવી દઈએ કે નીરજ ચોપડાએ ક્વોલિફાયર રાઉન્ડમાં 89.34 મીટર ભાલા ફેંકીને ભારતની ગોલ્ડ મેડલની આશા જીવંત રાખી છે. ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં હજુ સુધી ગોલ્ડ મેડલ જીત્યો નથી અને કુસ્તીની ફાઇનલમાં જગ્યા બનાવનાર વિનેશ ફોગાટ સાથે નીરજ ભારતની સૌથી મોટી આશા છે. નીરજ 8 ઓગસ્ટના રોજ એક્શનમાં ઉતરશે, જ્યાં તે તેનો બીજો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતવાનું લક્ષ્ય રાખશે.

    follow whatsapp