Rishabh Pant Money Donation: ઋષભ પંત (Rishabh Pant)એ ટી20 વર્લ્ડ કપ 2024 (T20 World Cup 2024) દ્વારા ટીમ ઈન્ડિયા (Indian Cricket Team)માં વાપસી કરી. અત્યાર સુધીની ટુર્નામેન્ટમાં તેઓ સારા ફોર્મમાં જોવા મળ્યા છે. પાકિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયા માટે મહત્વની ઈનિંગ રમી હતી. ઈજાના કારણે લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયાની બહાર રહેલા ઋષભ પંત પર ટી-20 વર્લ્ડ કપ માટે ભરોસો કર્યો અને તેમણે કમાલ કરીને બતાવી. હવે 2024 ટી20 વર્લ્ડ કપની વચ્ચે પંતે પોતાની બધી કમાણી દાન આપવાની વાત કરી છે. તો ચાલો જાણીએ આખરે ઋષભ પંતે આવું કેમ કહ્યું.
ADVERTISEMENT
18 મેના રોજ બનાવી હતી યુટ્યુબ ચેનલ
તમને જણાવી દઈએ કે, ઋષભ પંતે 18 મે, 2024ના રોજ પોતાની યુટ્યુબ ચેનલ બનાવી હતી, જેના પર તેમણે અત્યાર સુધીમાં 7 વીડિયો અપલોડ કર્યા છે. ઋષભ પંતે એક લાખ સબસ્ક્રાઈબર્સ પૂરા કર્યા છે, જેના કારણે યુટ્યુબે તેમને સિલ્વર પ્લે બટન મોકલ્યું છે. ઋષભ પંતે યુટ્યુબ કોમ્યુનિટી પોસ્ટમાં સિલ્વર પ્લે બટન સાથેની એક પોસ્ટ શેર કરી, જેમાં તેમણે કહ્યું કે તેઓ યુટ્યુબથી થતી તમામ કમાણી દાન કરી દેશે. એટલે કે ઋષભ પંત યુટ્યુબથી જે પણ કમાણી કરશે, તેઓ તેને દાનમાં આપી દેશે.
..તમામ કમાણી દાન કરીશઃ ઋષભ પંત
ઋષભ પંતે કોમ્યુનિટી પોસ્ટમાં લખ્યું કે, "આ સિલ્વર પ્લે બટન આપણા બધાનું છે. એક લાખ થઈ ગયા અને હજુ પણ લોકો જોડાઈ રહ્યા છે. આ સીમાચિહ્નને ચિહ્નિત કરવા માટે હું યુટ્યુબની તમામ કમાણી, ખુદની કમાણીના થોડા યોગદાનની સાથે દાન આપવાનું વચન આપી રહ્યો છે.''
સારા ફોર્મમાં જોવા મળી રહ્યા છે પંત
નોંધનીય છે કે, T20 વર્લ્ડ કપ 2024માં પંત અત્યાર સુધી ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળ્યા છે. વર્લ્ડ કપની શરૂઆત પહેલા બાંગ્લાદેશ સામે રમાયેલી વોર્મ-અપ મેચમાં પંતે વેગ પકડ્યો હતો. તેમણે બાંગ્લાદેશ સામેની પ્રેક્ટિસ મેચમાં 53 રનની ઈનિંગ રમી હતી. પછી તેમણે T20 વર્લ્ડ કપમાં આયર્લેન્ડ સામેની પ્રથમ મેચમાં (ટીમ ઈન્ડિયાની પ્રથમ) 36* રન બનાવ્યા. આ પછી તેમણે પાકિસ્તાન સામે 42 રન અને અમેરિકા સામે 18 રનની ઈનિંગ રમી હતી.
ADVERTISEMENT