Rishabh Pant Play IPL 2024 : ઋષભ પંતે ફિટનેસ સર્ટિફિકેટ મળી ચુક્યું છે. IPL માં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ કરતા જોવા મળી શકે છે. જો કે હજી સુધી આ અંગે કોઇ સત્તાવાર સમાચાર સામે આવ્યા નથી. આ વર્ષે આઇપીએલની સિઝન અગાઉ દિલ્હી કેપિટલ્સ (DC) અને ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હી કેપિટલ્સ ટીમના કેપ્ટન ઋષભ પંત IPL 2024 માં રમવા માટે તૈયાર છે. પંતને ફિટનેસ સર્ટિફિકેટ મળી ચુક્યું છે.
ADVERTISEMENT
દિલ્હી કેપિટલ્સને ફિટનેસ સર્ટિફિકેટ અપાયું હોવાનો દાવો
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, દિલ્હી કેપિટલ્સને ફિટનેસ સર્ટિફિકેટના અભાવે ઋષભ પંતનો ટીમમા સમાવેશ કર્યો નહોતો. જો કે પંતને NCA દ્વારા ફિટનેસ ક્લિયરન્સ મળી ચુક્યું છે. દિલ્હીએ પંતનો ફિટનેસ રિપોર્ટ માંગ્યો હતો. ટીમ મેનેજમેન્ટને BCCI તરફથી કોઇ જવાબ મળ્યો નથી. હવે સુત્રોએ જણાવ્યું કે, ઋષભ પંતને ફિટનેસ સર્ટિફિકેટ મળી ચુક્યું છે. આવી સ્થિતિમાં IPL માં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ કરતો જોવા મળી શકે છે. હાલ આ અંગે સત્તાવાર સમાચાર સામે આવ્યા નથી.
IPL 2024 ની 22 માર્ચથી શરૂઆત થશે
અત્રે ઉલ્લેખનીય છે કે, IPL ની નવી સિઝન 22 માર્ચથી શરૂ થશે. ઋષભ પંત હાલમાં IPL 2024 ના કેટલાક શૂટ્સમાં વ્યસ્ત છે. થોડા દિવસો માટે દિલ્હી પણ આવી શકે છે. IPL 2024 માં દિલ્હીની ટીમે તેની પહેલી મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે. સ્થિતિમાં ફિટનેસ સર્ટિફિકેટ મળ્યા બાદ વિઝાગ પહોંચીને ટીમમાં જોડાઇ શકે છે.
ઋષભ પંતની ભુમિકા અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા નહી
IPL માં ઋષભ પંત કઇ ભૂમિકામાં જોવા મળે તે અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા થઇ નથી.તે કેપ્ટન તરીકે જોવા મળશે કે પછી ખેલાડી તરીકે રમતો જોવા મળશે. હાલ તેના ફોર્મના આધારે કોચ દ્વારા ભુમિકા નક્કી કરવામાં આવી શકે છે. જોકે સમગ્ર મામલે સુત્રોના આધારે સમાચાર સામે આવી રહ્યા છે. આ અંગે કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. દિલ્હીની પહેલી મેચ 23 માર્ચે પંજાબની સામે રમશે. ત્યાર બાદ 28 માર્ચે રાજસ્થાન સામે મેચ રમાશે.
ADVERTISEMENT