રિષભ પંત દિલ્હી કેપિટલ છોડીને 'ગુરુ'ની ટીમમાં જશે? IPL 2025 પહેલા થશે મોટો ઉલટફેર

IPL 2025ના મેગા ઓક્શન પહેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો ટીમ ઈન્ડિયાના યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત દિલ્હી કેપિટલ્સ છોડી શકે છે. હવે સવાલ એ ઊભો થાય છે કે જો તે દિલ્હી છોડી રહ્યો છે તો આગામી સિઝનમાં તે કઈ ટીમ માટે રમશે?

Rishabh Pant Join CSK

રિષભ પંત

follow google news

Rishabh Pant Leaving Delhi Capitals: IPL 2025ના મેગા ઓક્શન પહેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો ટીમ ઈન્ડિયાના યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત દિલ્હી કેપિટલ્સ છોડી શકે છે. હવે સવાલ એ ઊભો થાય છે કે જો તે દિલ્હી છોડી રહ્યો છે તો આગામી સિઝનમાં તે કઈ ટીમ માટે રમશે? તો તેને લગતા સમાચાર પણ સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે આગામી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમતો જોવા મળી શકે છે.

એવું માનવામાં આવે છે કે IPL 2025 બાદ ધોની પ્રતિષ્ઠિત લીગમાંથી નિવૃત્તિ લેશે. તેવામાં ફ્રેન્ચાઇઝીને ધોની જેવા વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેનની જરૂર છે જે નીચેના ક્રમમાં આવીને મેચ પલટી શકે.

આ પણ વાંચોઃ માત્ર 12 બોલમાં ફટકાર્યા 61 રન, ક્રિકેટ ઈતિહાસની સૌથી રોમાંચક મેચ

ઋષભ પંતની IPL કારકિર્દીની વાત કરીએ તો અહીં તેનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે. ગત સિઝનમાં ઈજામાંથી પરત ફરતી વખતે તેણે ઘણી સારી બેટિંગ કરી હતી. તેણે IPL 2024માં DC માટે કુલ 13 મેચોમાં ભાગ લીધો હતો. દરમિયાન, તેણે 13 ઇનિંગ્સમાં 40.54ની એવરેજથી 446 રન બનાવ્યા હતા. જ્યાં તેનો સ્ટ્રાઈક રેટ 155.40 હતો.

રિષભ પંત IPLમાં અત્યાર સુધીમાં કુલ 111 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેના બેટથી 110 ઇનિંગ્સમાં 35.31ની એવરેજથી 3284 રન બનાવ્યા છે. IPLમાં પંતના નામે 1 સદી અને 18 અડધી સદી છે. અહીં તેનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ બેટિંગ પ્રદર્શન 128 રન છે.

તમને જણાવી દઈએ કે પંત હંમેશાથી ધોની તરફ ઝોક ધરાવે છે. તે પૂર્વ ભારતીય કેપ્ટનને પોતાનો આઇડલ માને છે. આવી સ્થિતિમાં એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે ધોનીના સૂચન બાદ કદાચ તે CSK તરફ આગળ વધવાનું વિચારી રહ્યો છે.

    follow whatsapp