ભારતીય ફેન્સ માટે ખુશખબર, Rishabh Pantએ 8 મહિના બાદ કરી બેટિંગ, પ્રેક્ટિસમાં માર્યા છગ્ગા-ચોગ્ગા

Rishabh Pant: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને લઈને એક સારા સમાચાર સામે આવ્યા છે. ગયા વર્ષના અંતમાં કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ…

gujarattak
follow google news

Rishabh Pant: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને લઈને એક સારા સમાચાર સામે આવ્યા છે. ગયા વર્ષના અંતમાં કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા રિષભ પંતે બેટિંગ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પંત બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો અનુસાર, પંતે મંગળવારે (15 ઓગસ્ટ) લાંબા સમય સુધી ક્રિઝ પર બેટિંગ કરી હતી.

હકીકતમાં, 30 ડિસેમ્બર 2022ના રોજ રિષભ પંતની કારનો ભયાનક અકસ્માત થયો હતો, જેમાં ગંભીર ઈજાના કારણે તેણે ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું. છેલ્લા આઠ મહિનાથી તે ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળ્યો નથી. તેને આરામ આપવામાં આવ્યો હતો, પરંતુ હવે તે ધીરે ધીરે રિકવર થઈ રહ્યો છે.

આ દિવસોમાં ઋષભ પંત નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં છે, જ્યાં તેની તબિયતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જો કે આ દરમિયાન તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં તે બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. તે ભારતના સ્વતંત્રતા દિવસ એટલે કે 15મી ઓગસ્ટે બેટિંગ કરતો જોવા મળ્યો હતો. તે જ સમયે, ટીમ ઈન્ડિયાના ચાહકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

થોડા દિવસો પહેલા એક મીડિયા રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે રિષભ પંત 2024માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક્શનમાં જોવા મળી શકે છે. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI તરફથી આ અંગે કોઈ માહિતી મળી નથી. પરંતુ બીસીસીઆઈએ તાજેતરમાં તેની મેડિકલ ટીમ દ્વારા તેની ફિટનેસ અંગે અપડેટ આપી હતી. ભારતીય બોર્ડે કહ્યું હતું કે રિષભ પંત રિહેબિલિટેશનમાં ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. તેણે નેટ્સમાં બેટિંગ અને કીપિંગ પણ શરૂ કરી દીધું છે.

    follow whatsapp