IPL 2023 Rinku Singh: KKRનો સ્ટાર પરફોર્મર રિંકુ સિંહ પોતાની બેટિંગના કારણે તો જાણીતો છે, પરંતુ હાલમાં તે વધુ એક સરાહનીય કામ માટે ચર્ચામાં આવ્યો છે. જે જાણીને તમારું તેના પ્રત્નેનું માન વધી જશે. પોતાની ટીમને ઘણીવાર મુશ્કેલીમાંથી બહાર કાઢી મેચ જીતાડનાર રિંકુ સિંહ આ IPL સીઝનમાં મોટો સ્ટાર બન્યો છે. તેમાં પણ ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં છેલ્લા 5 બોલમાં 5 છગ્ગા માર્યા બાદ તેની ચર્ચા ખૂબ થઈ રહી છે.
ADVERTISEMENT
રિંકુ એક ગરીબ પરિવારમાંથી આવે છે. તેને માલુમ છે કે મુશ્કેલી સામે લડતા પોતાના સપનાને જીવિત રાખવા માટે કેટલો સંઘર્ષ કરવો પડે છે. તેના જેમ અન્ય કોઈ ટેલેન્ટેડ ક્રિકેટરને પોતાનું સપનું છોડવું ન પડે તે માટે તે અલીગઢમાં એક હોસ્ટેલ બનાવડાવી રહ્યો છે.
ગરીબ ક્રિકેટર્સ માટે હોસ્ટેલ
એક રિપોર્ટ મુજબ અલીગઢમાં રિંકુ સિંહ એક હોસ્ટલ બનાવી રહ્યો છે. આ હોસ્ટલનું કામ ખૂબ જ જલ્દી ખતમ થવાનું છે. તેમાં 50 ભાવી ક્રિકેટર્સના રહેવાની જગ્યા હશે. આ હોસ્ટલ રિંકુ સિંહ પોતાની IPLમાંથી થયેલી કમાણીમાંથી બનાવી રહ્યો છે. તે ઈચ્છે છે કે તેના જેવા ટેલેંટેડ ક્રિકેટને જીવનમાં વધારે સંઘર્ષ ન કરવો પડે.
રિંકુના કોચે શું કહ્યું?
રિંકુના બાળપણના કોચ મસૂદ ઝફર અમીનીએ જણાવ્યું કે, રિંકુનું સપનું હતું કે તે ગરીબ ક્રિકેટર્સ માટે હોસ્ટલ બનાવે. ત્રણ મહિનાથી તેની હોસ્ટેલનું કામ ચાલી રહ્યું છે. તેમાં લગભગ 50 લાખ રૂપિયાનો ખર્ચ આવશે. રિંકુ IPL રમતા રમતા પણ તેની જાણકારી લઈ રહ્યો છે. કોચે જણાવ્યું કે અહીં 14 રૂમ બનાવવામાં આવશે. દરેક રૂમમાં 4 ટ્રેની રહી શકશે. આ માટે મેસ અને બાથરૂમની વ્યવસ્થા પણ હશે.
2018થી IPL રમે છે રિંકુ સિહ
નોંધનીય છે કે, 2018માં શારૂખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સે રિંકુ સિંહને 80 લાખ રૂપિયા ખરીદ્યો હતો. પરંતુ ઘૂંટણની ઈજાના કારણે રિંકુને 2021માં IPL થી બહાર થવું પડ્યું. ઈજા થવા છતા KKRએ તેના પર વિશ્વાસ રાખ્યો અને 2022ની હરાજીમાં તેને ફરીથી ખરીદ્યો. રિંકુ ત્યારથી KKRની ટીમનો હિસ્સો છે.
ADVERTISEMENT