Virat Kohli Emotional After RCB Win: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી IPL 2024ની 68મી મેચ રોમાંચથી ભરપૂર રહી. RCBએ આ મેચને 27 રને જીતી લીધી. આ જીતની સાથે RCB ટીમ પ્લેઓફ માટે પણ ક્વોલિફાય થઈ ગઈ છે. ચેન્નાઈ સામેની આ જીત RCBની આ સિઝનની સતત છઠ્ઠી જીત રહી. યશ દયાલની શાનદાર બોલિંગના કારણે આરસીબીએ મેચ જીતી લીધી. આ જીત બાદ RCBના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી ઘણા ભાવુક થઈ ગયા હતા. વિરાટ કોહલી પોતાના આંસુ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેઓ આંસુ છુપાવી શક્યા નહીં.
ADVERTISEMENT
RCBને મળી સંજીવની
RCB માટે આ જીત મોટી જીત છે. આરસીબી એવી ટીમ છે, જે આ સિઝનની શરૂઆતથી જ તળિયે હતી. પ્રથમ 8 મેચોમાંથી RCB ફક્ત એક જ મેચ જીતી શકી હતી, પરંતુ તે પછી તેમણે જે શાનદાર પ્રદર્શન કર્યું તે ખરેખર વખાણવા લાયક છે. RCB આઠમી મેચ બાદ એક પણ મેચ હારી નથી. ચેન્નાઈને હરાવ્યા બાદ વિરાટ કોહલી ઘણા ભાવુક થઈ ગયા હતા. તેઓએ દોડીને આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને ગળે લગાડ્યા અને તેમની લાગણી વ્યક્ત કરી. આ સિવાય તેઓ હાથ વડે આંસુ છુપાવતા જોવા મળ્યા હતા. તો બીજી બાજુ પતિને રડતા જોઈને પત્ની અનુષ્કા શર્માની પણ આંખો ભરાઈ આવી હતી. કોહલીના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે વિરાટ કોહલી ઈમોશનલ થઈ રહ્યા છે. આ જીત RCB માટે લાઈફલાઈન સમાન છે.
RCBની આગામી મેચ 22 મેના રોજ
હવે RCB પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું છે. આરસીબીએ 22મી મેના રોજ એલિમિનેટર મેચ રમવાની છે. આ મેચ કોની સામે રમાશે તે હજુ નક્કી થયું નથી. કોલકાતા નાઈટ રાઈડર્સે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સમાંથી એક ટીમ બીજા સ્થાને અને એક ટીમ ત્રીજા સ્થાને રહેશે.
ADVERTISEMENT