Glenn Maxwell: IPL 2024 સીઝનમાં એક બાજુ વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે કંઈ સારું નથી થઈ રહ્યું. એવામાં, RCB ટીમમાં સામેલ વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલ બેટથી અત્યાર સુધી રન બનાવી શક્યો નથી. પરંતુ તે દરમિયાન, RCB માટે IPL 2024 સિઝન રમતા, મેક્સવેલે અમેરિકામાં યોજાનારી મેજર લીગ ક્રિકેટ (MLC)ની બીજી સિઝનમાં રમવાની જાહેરાત કરી છે. T20 વર્લ્ડ કપ સમાપ્ત થયા બાદ MLCની બીજી સિઝન અમેરિકામાં રમાશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: MS Dhoni ને T20 વર્લ્ડકપ રમવા માટે મનાવશે BCCI? જુઓ રોહિત શર્માએ શું જવાબ આપ્યો
ગ્લેન મેક્સવેલ કઈ ટીમ સાથે સંકળાયેલો છે?
ESPNcricinfo પર વાતચીત દરમિયાન, ગ્લેન મેક્સવેલે મેજર લીગ ક્રિકેટમાં વોશિંગ્ટન ફ્રીડમ ટીમ સાથે કરાર કર્યો. જે અંગે તેણે જણાવ્યું હતું કે,
મને દરેકની સાથે શેર કરતાં આનંદ થાય છે કે મેં આ સિઝનમાં મેજર લીગ ક્રિકેટમાં રમવા માટે વોશિંગ્ટન ફ્રીડમ ટીમ સાથે કરાર કર્યો છે. આમાં રિકી પોન્ટિંગ કોચિંગની ભૂમિકા નિભાવશે અને સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડ પણ સામેલ છે. મેં ગયા વર્ષે આ લીગ જોઈ હતી અને તેનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો. સદભાગ્યે આ વર્ષે મને MLCમાં રમવાની તક મળી રહી છે. સ્મિથ અને હેડ ઉપરાંત RCB ટીમના અન્ય સાથી લોકી ફર્ગ્યુસન પણ મારી સાથે તે ટીમમાં હશે. મને આશા છે કે આવનારા વર્ષોમાં આ ટૂર્નામેન્ટ પણ ખૂબ પ્રખ્યાત થશે.
ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીઓ પણ ટૂર્નામેન્ટમાં રમશે
અમેરિકામાં યોજાનારી MLCની બીજી સિઝનમાં મેક્સવેલ, સ્મિથ અને હેડ ઉપરાંત એડમ ઝામ્પા (લોસ એન્જલસ નાઈટ રાઈડર્સ), સ્પેન્સર જોન્સન (નાઈટ રાઈડર્સ), ટિમ ડેવિડ (MI ન્યૂયોર્ક), મેથ્યુ શોર્ટ (સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સ) ), જેક ફ્રેઝર- મેકગર્ક (સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સ) જેવા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ આ લીગમાં રમતા જોવા મળશે.
આ પણ જુઓ: IPL 2025 માં નહીં રમે આ 7 દિગ્ગજ ક્રિકેટર્સ, M.S Dhoni નું નામ પણ છે સામેલ!
મેક્સવેલે 6 મેચમાં માત્ર 32 રન બનાવ્યા
ગ્લેન મેક્સવેલની વાત કરીએ તો તેનું ફોર્મ ખૂબ જ ખરાબ ચાલી રહ્યું છે. અત્યાર સુધી તે RCB માટે 6 મેચમાં માત્ર 32 રન જ બનાવી શક્યો છે અને ત્રણ વખત શૂન્ય પર આઉટ થયો છે. જેના કારણે મેક્સવેલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની આરસીબીની છેલ્લી મેચથી બહાર હતો અને તેણે આઈપીએલ સીઝનની મધ્યમાં બ્રેક લીધો હતો. હવે જોવાનું એ રહે છે કે મેક્સવેલ કેવી રીતે ફોર્મ મેળવે છે અને RCB માટે કેવી રીતે વાપસી કરે છે.
ADVERTISEMENT