Ravindra Jadeja Selection: ભારત અને શ્રીલંકાની વચ્ચે 3 T20 અને 3 વનડે મેચોની સિરીઝ 27 જુલાઈથી શરૂ થઈ રહી છે. આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની T20 અને વનડે ટીમોની જાહેરાત કરવામાં આવી છે. ટીમની જાહેરાત બાદ ટીમ સિલેક્શનને લઈને વિવાદ વધતો જઈ રહ્યો છે. ઘણા પૂર્વ ખેલાડીઓએ ટીમના સિલેક્શન પર સવાલો ઉઠાવ્યા છે, જેમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ટીમમાંથી બહાર કરવા પર પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. આ વચ્ચે સવાલ ઉઠી રહ્યો છે કે રવિન્દ્ર જાડેજાનું શું ભવિષ્ય છે. શું તેમને માત્ર ટેસ્ટ ટીમમાં જ સામેલ કરવામાં આવશે? એક રિપોર્ટ અનુસાર રવિન્દ્ર જાડેજાની ટીમમાં પસંદગી ન થવા પાછળ બે મુખ્ય કારણો હતા. ચાલો જાણીએ શું છે તેના કારણો.
ADVERTISEMENT
અક્ષર પટેલની કરાઈ ટીમમાં પસંદગી
એક મીડિયા રિપોર્ટ અનુસાર, બોર્ડ રવિન્દ્ર જાડેજાના વિકલ્પ તરીકે અક્ષર પટેલની બોલિંગને તપાસવા માંગે છે. સિલેક્ટર્સે રવિન્દ્ર જાડેજાની જગ્યાએ અક્ષર પટેલને ટીમમાં સામેલ કર્યા છે. આ મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રવિન્દ્ર જાડેજા હજુ પણ સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર તરીકે સિલેક્ટર્સની પ્રથમ પસંદગી છે. આવતા વર્ષે યોજાનારી ICCની ચેમ્પિયન્સ ટ્રોફી સુધી રવિન્દ્ર જાડેજાને જ ટીમમાં આ રીતે જાળવી રાખવામાં આવશે. સિલેક્ટર્સ અત્યારે રવિન્દ્ર જાડેજાને પડતા મુકાવાનું વિચારી રહ્યા નથી. જોકે, રવિન્દ્ર જાડેજા બાદ તેમની જગ્યાએ અક્ષર પટેલ કેટલા યોગ્ય સાબિત થઈ શકે છે, તેના માટેની તૈયારીઓ ચાલી રહી છે.
આ ટુર્નામેન્ટ માટે અપાયો આરામ
આ મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય ટીમ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી રમશે. આ પહેલા ટીમ ઈન્ડિયા 6 ODI મેચ રમશે. 3 મેચ શ્રીલંકા સામે અને 3 મેચ ઈંગ્લેન્ડ સામે રમાશે. અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગીકારોની સમિતિ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રવિન્દ્ર જાડેજાને પ્રથમ પસંદગી તરીકે જોઈ રહી છે. તેથી શ્રીલંકા સામેની સિરીઝમાં જાડેજાને આરામ આપવામાં આવ્યો છે. જેથી સપ્ટેમ્બર 2023થી જાન્યુઆરી 2024 વચ્ચે રમાનારી 10 ટેસ્ટ મેચો અને ફેબ્રુઆરીમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેઓ શાનદાર પ્રદર્શન કરી શકે. ભારતીય ટીમ સપ્ટેમ્બરથી જાન્યુઆરી વચ્ચે બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામે 5 ટેસ્ટ મેચ અને ઓસ્ટ્રેલિયા સામે 5 ટેસ્ટ મેચ રમશે.
ADVERTISEMENT