Ravi Bishnoi: T-20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં ટોચના સ્થાને એક ભારતીય બોલરનું નામ સામે આવ્યું છે. ભારતીય સ્પિનર રવિ બિશ્નોઈ ICC T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં રાશિદ ખાનને પાછળ છોડી પ્રથમ સ્થાને પહોંચી ગયો છે.
ADVERTISEMENT
𝘽𝙚𝙙𝙖𝙯𝙯𝙡𝙞𝙣𝙜 𝘽𝙞𝙨𝙝𝙣𝙤𝙞!
— BCCI (@BCCI) December 6, 2023
Congratulations to Ravi Bishnoi on becoming the ICC Men's Number 1⃣ T20I bowler 👏👏#TeamIndia pic.twitter.com/2V63mgolyB
રાશિદ ખાનને પછાડી નંબર 1 બોલર બન્યો રવિ બિશ્નોઈ
તાજેતરમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની T20 સિરીઝ રમાઈ હતી. આ સિરીઝમાં ભારતીય ટીમે 4-1થી સિરીઝ પર વિજય મેળવ્યો હતો. ભારતીય સ્પિનર રવિ બિશ્નોઈ આ સિરીઝમાં ઘાતક બોલિંગ કરી અને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો હતો. આ વચ્ચે ICC T20 રેન્કિંગની નવી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ભારતીય બોલર રવિ બિશ્નોઈએ રાશિદ ખાનને પછાડી નંબર 1 બોલર પર પોતાનું સ્થાન જમાવ્યું છે.
ICC T20 રેન્કિંગની યાદી
હાલ રવિ બિશ્નોઈના ખાતામાં 699 પૉઈન્ટ છે. જયારે રાશિદ ખાનના 692 પૉઈન્ટ છે એટલે કે રવિ બિશ્નોઈ તેનાથી 7 રેટિંગ પોઈન્ટ આગળ છે. જયારે આ યાદીમાં શ્રીલંકાના વાનિન્દુ હસરંગા ત્રીજા સ્થાને, આદિલ રાશિદ ચોથા અને મહિષ તીક્ષાના પાંચમા સ્થાને છે. એટલેકે આ યાદીમાં ટોપ 5 ના સ્થાને તમામ સ્પિનરો રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રવિ બિશ્નોઈએ કુલ 34 વિકેટ ઝડપી
ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રવિ બિશ્નોઈએ ડેબ્યૂ કર્યું હતું. ફેબ્રુઆરી 2022માં વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી જ મેચમાં તે ‘પ્લેયર ઓફ ધ મેચ’ બન્યો હતો. અત્યાર સુધીના તેણે 21 મેચ રમી છે અને 17.38ની બૉલિંગ એવરેજ અને 7.14ના ઈકોનોમી રેટથી કુલ 34 વિકેટ લીધી છે.
ADVERTISEMENT