Rajkot News : દિગ્ગજ ક્રિકેટર આર.અશ્વીને ખંઢેરી સ્ટેડિયમ અંગે એક ટ્વીટ કરતા હાલ ચર્ચામાં આવ્યો છે. અહીં અશ્વીને ઇંગ્લેન્ડના લોડ્સ ક્રિકેટ સ્ટેડિયમ અને રાજકોટના ખંઢેરી સ્ટેડિયમની સરખામણી કરી હતી. જો કે આ સરખામણી એક પ્રકારે વ્યંગાત્મક હતી. જેમાં દાવો કરાયો હતો કે, લોર્ડસની કોપી કરીને ખંઢેરીમાં મીડિયા ગેલેરી બનાવવામાં આવી છે.
ADVERTISEMENT
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટમાં રમાશે
ભારત ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં આવતી 15મી થી ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થવા જઇ રહી છે. જેના અનુસંધાને ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ કાલે રાત્રે હોટલ પર આવી પહોંચી હતી. જો કે ભારતીય ક્રિકેટર આર અશ્વિનએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસસિયેશનની સોશિયલ મીડિયા પર મજા લીધી હતી. ટ્વીટ કરતા ઇંગ્લેન્ડના લોર્ડ્સ સ્ટેડિયમ અને ખંઢેરી સ્ટેડિયમના ફોટા મુક્યા હતા.
અશ્વીને ટ્વીટ કરતા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ભોંઠુ પડ્યું
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ અને લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમના મીડિયા બોક્સનો ફોટો એક સાથે ટ્વીટ કર્યું હતું. એક તરફ લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમનું વર્લ્ડ ક્લાસ મીડિયા બોક્સ છે તો બીજી તરફ SCA સ્ટેડિયમનું મોટું કપડું ઢાંકીને કામ કરાઇ રહ્યું છે તે મીડિયા બોક્સ છે.ગત 26 નવેમ્બરે ભારે પવન ફુંકાવાને કારણે મીડિયા બોક્સને નુકસાન થયું હતું. ત્યારે 2 મહિના બાદ પણ હજુ સમારકામ પત્યું નથી. SCA સ્ટેડિયમનું મીડિયા બોક્સ લોર્ડ્સ ના મીડિયા બૉક્સથી પ્રેરિત થઈને બનાવાયું છે તેવું લાગી રહ્યું છે. ત્યારે અશ્વિનના આ ટ્વીટથી દુનિયાભરમાં SCA મજાકને પાત્ર બન્યું હોય તેવું એક ચિત્ર ઉભુ થયું છે.
ADVERTISEMENT