Josh Buttler Name Change: ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે સત્તાવાર રીતે પોતાનું નામ બદલી નાખ્યું છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેના નવા નામની જાહેરાત અલગ રીતે કરી હતી. બોર્ડે સોમવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં ઇંગ્લિશ કેપ્ટને નામ બદલવા પાછળની આખી કહાની જણાવી હતી. તેણે કહ્યું કે, લોકો તેને ખોટા નામથી બોલાવે છે. તેના મેડલ પર તેનું નામ પણ ખોટું લખવામાં આવ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ધોનીએ એક હાથથી માર્યો ગગનચુંબી છગ્ગો... જુઓ બોલર્સની ધોલાઈનો VIDEO
જોશ બટલરે શા માટે બદલ્યું નામ?
એટલું જ નહીં, તેની માતા તેના નામનો સ્પેલિંગ પણ ખોટો લખે છે. બટલરે જણાવ્યું કે, તેણે પોતાનું નામ જોસથી (Jos) બદલીને જોશ (Josh) કર્યું છે. તેને જોસ બટલર તરીકે નહીં, પણ જોશ બટલર તરીકે ઓળખવો જોઈએ. વીડિયોની શરૂઆતમાં, બટલરે સમજાવ્યું કે, કેવી રીતે લોકો તેની માતા સહિત વર્ષોથી તેના નામની ખોટી જોડણી અને ઉચ્ચાર કરે છે. બટલરે કહ્યું-
હું ઈંગ્લેન્ડનો સફેદ બોલનો કેપ્ટન જોસ બટલર છું, પરંતુ મને આખી જિંદગી ખોટા નામથી બોલાવવામાં આવ્યો છે. મારા જન્મદિવસના કાર્ડ પર સ્પેલિંગ પણ ખોટો હતો. કાર્ડ પર લખેલું હતું- Dear Josh, you’re getting old. Happy birthday. Lots of Love, Mum” "
આ પણ વાંચો: IPL ના ક્રેઝમાં વૃદ્ધે જીવ ગુમાવ્યો, Mumbai Indiansના 2 ફેન્સે ગુસ્સામાં વૃદ્ધનું માથું ફોડી નાખ્યું
MBE મેડલ પર પણ નામની ખોટી જોડણી
અંગ્રેજ કેપ્ટને ખુલાસો કર્યો હતો કે બ્રિટનમાં આપવામાં આવતા સર્વોચ્ચ સન્માન MBE મેડલ પર પણ તેનું નામ ખોટી રીતે લખવામાં આવ્યું હતું. બટલરે કહ્યું-
મારા MBE મેડલ પરના નામની જોડણી પણ ખોટી છે. એટલા માટે 13 વર્ષ સુધી દેશ માટે રમ્યા અને બે વર્લ્ડ કપ જીત્યા પછી હવે આ સમસ્યાનો ઉકેલ શોધવાનો સમય આવી ગયો છે. સમસ્યા હલ થઈ ગઈ, હવે હું સત્તાવાર રીતે જોશ બટલર છું.
33 વર્ષીય બટલર રાજસ્થાન તરફથી IPL રમી રહ્યો છે
બટલર હાલમાં IPLમાં વ્યસ્ત છે અને તે રાજસ્થાન રોયલ્સ તરફથી લીગમાં રમી રહ્યો છે. IPL 2024માં તે અત્યાર સુધી બે મેચ રમી ચૂક્યો છે અને બંનેમાં તેનું બેટ ચાલ્યું ન હતું. તેણે લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ બંને સામે 11-11 રન બનાવ્યા. 33 વર્ષીય બટલરે ઈંગ્લેન્ડ સામે 57 ટેસ્ટ, 181 ODI અને 114 T20 મેચ રમી છે અને તે આગામી T20 વર્લ્ડ કપમાં ટીમનું સુકાન સંભાળશે.
ADVERTISEMENT