India at Paris Olympics 2024 Day 11 Roundup: ઓલિમ્પિક શરૂ થાય એ પહેલા જ દરેક ભારતીયના હોઠ પર એક જ નામ હતું... નીરજ ચોપરા અને ટોક્યોમાં ઈતિહાસ રચનાર આ ભાલા ફેંક ચેમ્પિયને ફેન્સને આ વખતે પણ નીરાશ નથી કર્યા. તો કુસ્તી મેટ પર વિનેશ ફોગાટે અસાધારણ પ્રદર્શન કરી મેડલ પાક્કુ કરી લીધું છે. બંને એથ્લેટ્સ પોતપોતાની ઈવેન્ટમાં ફાઈનલમાં પહોંચી ગયા છે.
ADVERTISEMENT
ગોલ્ડ જીતવા મેદાનમાં ઉતરશે ભારતીય ખેલાડી
હવે વિનેશ ફોગાટની ફાઈનલ બુધવારે (7 ઓગસ્ટ)ના રોજ યોજાશે. તેમની પાસે પણ ફાઈનલ જીતીને ગોલ્ડ મેડલ જીતવાની સુવર્ણ તક છે. નીરજ ચોપરા 8 ઓગસ્ટે રાત્રે 11:50 વાગ્યે ગોલ્ડ મેડલ જીતવા માટે મેદાનમાં ઉતરશે. જર્મનીથી હાર છતાં ભારતીય હોકી ટીમ બ્રોન્ઝ મેડલ જીતી શકે છે. ચાલો તમને જણાવીએ કે પેરિસ ઓલિમ્પિકનો 11મો દિવસ ભારત માટે કેવો રહ્યો.
અમેરિકા પહેલા નંબરે
ભારત અત્યાર સુધી મેડલ ટેલીમાં 3 બ્રોન્ઝ મેડલ જીતીને 63માં સ્થાને છે. જ્યારે અમેરિકા, ચીન અને ઓસ્ટ્રેલિયા પ્રથમ, બીજા અને ત્રીજા સ્થાને છે.
ચોપરાએ મંગળવારે ફાઈનલમાં કરી એન્ટ્રી
ગત ચેમ્પિયન નીરજ ચોપરાએ મંગળવારે પોતાના પહેલા જ પ્રયાસમાં 89.34 મીટરના થ્રો સાથે પુરુષોની ભાલ ફેંક સ્પર્ધામાં ફાઈનલમાં એન્ટ્રી કરી, જ્યારે મહિલા પહેલવાન વિનેશ ફોગાટે (50 કિલો)એ અત્યાર સુધીની અજેય ડિફેન્ડિંગ ચેમ્પિયન યુઈ સુસાકીને હરાવીને મોટો ઉલટફેર કર્યા બાદ સેમીફાઈનલમાં જગ્યા બનાવી ટેબલ ટેનિસ મેઈન્સ કેટેગરીમાં ભારતને નિરાશા હાથ લાગી. નીરજ ચોપરાના સાથી ભાલા ફેંક ખેલાડી કિશોર જેના જોકે ફાઈનલમાં પ્રવેશ કરવામાં નિષ્ફળ રહ્યા, જ્યારે પુરુષોની ટેબલ ટેનિસ ટીમે પણ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ટોચની ક્રમાંકિત ચીન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
નીરજ ચોપરાએ પહેલા જ થ્રોમાં કર્યું ક્વોલિફાય
ગ્રુપ B ક્વોલિફિકેશનમાં સૌથી પહેલા થ્રો કરનાર નીરજ ચોરપાએ 89.34 મીટરનું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 8 ઓગસ્ટે રમાનારી ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું. નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં પણ પોતાના પહેલા ડ પ્રયાસમાં ફાઈનલ માટે ક્વોલિફાય કરી લીધું હતું. નીરજ ચોપરાએ ગ્રુપ એ અને બી બંનેનેમાં ટોચ પર રહીને ફાઇનલમાં એન્ટ્રી કરી છે.
વિનેશ ફોગાટે એક મેડલ પાક્કો કર્યો
ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલાઓની 50 કિગ્રા વજન વર્ગમાં ક્યુબાની યુસ્નેલિસ ગુઝમેન લોપેઝ સામે સેમિફાઇનલ મેચ જીતી લીધી છે. વિનેશે સતત પોઈન્ટ લઈને 5-0ની લીડ મેળવી હતી. મેચના અંતે સ્કોર સરખો રહ્યો અને વિનેશ ફોગાટે ફાઈનલમાં પ્રવેશ કર્યો. આ જીત સાથે વિનેશ ફોગાટનો મેડલ નિશ્ચિત થઈ ગયો છે. હવે તેઓ ગોલ્ડ મેડલ જીતવાનો પ્રયાસ કરશે. વિનેશ ફોગાટે 2024 પેરિસ ઓલિમ્પિકની શાનદાર શરૂઆત કરી હતી. વિનેશ ફોગાટે સૌપ્રથમ પ્રી-ક્વાર્ટર મેચમાં 2020 ટોક્યો ઓલિમ્પિક્સના સુવર્ણ ચંદ્રક વિજેતા અને ચાર વખતની વિશ્વ ચેમ્પિયન જાપાનની યુઇ સુસાકીને 3-2થી હરાવી હતી. આ પછી વિનેશ ફોગાટે ક્વાર્ટર ફાઈનલમાં યુક્રેનની ઓક્સાના લિવાચને હરાવી હતી. તેમણે મેચ 7-5થી જીતી લીધી હતી.
ક્યારે રમાશે ફાઈનલ મેચ?
- નીરજ ચોપરા 8 ઓગસ્ટે રાત્રે 11:50 વાગ્યે ગોલ્ડ મેડલ જીતવા માટે મેદાનમાં ઉતરશે.
- વિનેશ પાસે કુસ્તીમાં ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીતવાની સુવર્ણ તક છે. વિનેશની ફાઈનલ મેચ 8મી ઓગસ્ટ બુધવારે રાત્રે 12:30 AM રમાશે.
ADVERTISEMENT