Paris Olympics 2024, Manu Bhaker Final: ભારતીય શૂટર મનુ ભાકરે ઈતિહાસ રચી દીધો છે. મનુએ પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મનુ ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય શૂટર બની ગઈ છે. મનુએ ફાઇનલમાં કુલ 221.7 પોઇન્ટ મેળવ્યા હતા. વર્તમાન પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો આ પહેલો મેડલ હતો. ઉપરાંત, ઓલિમ્પિકના ઈતિહાસમાં શૂટિંગમાં ભારતનો આ પાંચમો મેડલ હતો. કોરિયન ખેલાડીઓ ઓ યે જીને ગોલ્ડ (243.2 પોઈન્ટ) અને કિમ યેજી (241.3)એ સિલ્વર મેડલ જીત્યો હતો.
ADVERTISEMENT
ફાઇનલમાં મનુ ભાકરનો સ્કોર
પ્રથમ 5 શોટ શ્રેણી: 10.6, 10.2, 9.5, 10.5, 9.6, કુલ 50.4
બીજી 5 શોટ શ્રેણી: 10.1, 10.3, 9.6, 9.6, 10.3, કુલ: 49.9
બાકીના શોટ્સ: 10.5, 10.4, 9.8, 9.8, 9.9, 10.2, 10.1, 10.2, 10.1, 10.0, 10.1,10.3
શૂટિંગમાં ભારતના મેડલ વિજેતા
1. રાજ્યવર્ધન સિંહ રાઠોડ
સિલ્વર મેડલ: એથેન્સ (2004)
2. અભિનવ બિન્દ્રા
ગોલ્ડ મેડલ, બેઇજિંગ ઓલિમ્પિક્સ (2008)
3. ગગન નારંગ
બ્રોન્ઝ મેડલ: લંડન ઓલિમ્પિક્સ (2012)
4. વિજય કુમાર
સિલ્વર મેડલ: લંડન ઓલિમ્પિક્સ (2012)
5. મનુ ભાકર
બ્રોન્ઝ મેડલ: પેરિસ ઓલિમ્પિક્સ (2024)
ADVERTISEMENT