Paris Olympics 2024 Day 5 Updates: રમતગમતની સૌથી મોટી મેગા ઈવેન્ટ પેરિસ ઓલિમ્પિકનો આજે (31 જુલાઈ) પાંચમો દિવસ છે. ભારતીય ખેલાડીઓ આજે શૂટિંગ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, બોક્સિંગ, તીરંદાજી અને ઘોડેસવારી સ્પર્ધાઓમાં પોતાની તાકાત બતાવી છે. ભારતે અત્યાર સુધીમાં ઓલિમ્પિકમાં બે કાંસ્ય ચંદ્રક જીત્યા છે. આજના દિવસની વાત કરવામાં આવે તો ભારતની દીકરીઓને નામ રહ્યો છે. બોક્સર, ટેબલ-ટેનિસ, બેડમિન્ટન અને તીરંદાજીમાં ભારતની દીકરીઓ મેડલથી એક કદમ નજીક પહોંચી છે. ચાલો આપણે ગેમ સાથે તેના પરફોર્મન્સ પર નજર કરીએ...
ADVERTISEMENT
બોક્સર લવલીના બોર્ગોહે મેડલ પાંચ માટે તૈયાર
ભારતીય મહિલા સ્ટાર બોક્સર લવલીના બોર્ગોહેને પેરિસ ઓલિમ્પિક 2024માં પોતાના શાનદાર પ્રદર્શનથી ચાહકોને ખુશખબર આપી છે. લોવલીનાએ જોરદાર પંચ માર્યો અને 75 કિગ્રાની રાઉન્ડ ઓફ 16 મેચ જીતીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. રાઉન્ડ ઓફ 16ની મેચમાં લોવલીનાએ નોર્વેની સુનિવા હોફસ્ટેડને 5-0થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. હવે લોવલિના ઓલિમ્પિક મેડલથી એક જીત દૂર છે. જો તે ક્વાર્ટર ફાઈનલ જીતશે તો પેરિસ ઓલિમ્પિકમાં તેનો મેડલ નિશ્ચિત થઈ જશે.
શ્રીજા અકુલાને મળી બર્થ-ડે ગિફ્ટ
શ્રીજા અકુલાએ મહિલા સિંગલ્સમાં સિંગાપોરની જિયાન ઝેંગને 4-2થી હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. શ્રીજાએ તેની 32 રાઉન્ડની મેચ 9-11, 12-10, 11-4, 11-5, 10-12, 12-10થી 51 મિનિટ સુધી ચાલેલી મેચમાં જીતી હતી. વિશેષ વાત એવી છે કે આજે તેનો જન્મદિવસ પણ હતો અને આ જીત મળી તો જરૂરથી બર્થ-ડે ગિફ્ટ મળી તેવું કહી શકાય.
પીવી સિંધુની દમદાર જીત
મહિલા સિંગલ્સમાં, ભારતની સ્ટાર મહિલા શટલર પીવી સિંધુએ ગ્રુપ સ્ટેજમાં જોરદાર પ્રદર્શન કર્યું અને એસ્ટોનિયાની ક્રિસ્ટન કુબ્બાને સીધી ગેમમાં હરાવ્યું. પીવી સિંધુએ પ્રથમ ગેમ 21-5 અને બીજી ગેમ 21-10થી જીતી હતી. સિંધુએ પ્રથમ ગેમ માત્ર 14 મિનિટમાં જીતી લીધી હતી.
તીરંદાજીમાં છવાય દિપીકા
સ્ટાર તીરંદાજ દીપિકા કુમારીએ એક જ દિવસમાં (31મી જુલાઈ) બે વાર ચાહકોને ખુશખબર આપી છે. તેણે 32ના પ્રથમ રાઉન્ડની મહિલા સિંગલ્સ મેચમાં એસ્ટોનિયાના તીરંદાજને હરાવ્યો હતો. આ પછી નેધરલેન્ડના તીરંદાજોએ તેને 6-2થી હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે તેમની આગામી મેચ 2 દિવસ પછી થશે.
ADVERTISEMENT