Paris Olympics 2024: નીરજ ચોપરા ગોલ્ડ ચૂક્યા, પેરિસ ઓલિમ્પિકમાં ભારતને અપાવ્યો સિલ્વર મેડલ

Paris Olympics 2024 Day 13 Updates: ભારતે પેરિસ ઓલિમ્પિક્સમાં અત્યાર સુધીમાં 4 મેડલ જીત્યા છે. હવે નીરજ ચોપરા ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતર્યો છે. ભારતને હોકીમાં બ્રોન્ઝ મેડલ મળ્યો છે. 13માં દિવસે એટલે કે આજે એથ્લેટિક્સ, ગોલ્ફ અને કુસ્તીની મેચો યોજાવાની છે.

Neeraj Chopra

નીરજ ચોપરા

follow google news

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 01:17 AM • 09 Aug 2024
    નીરજ ચોપરાએ જીત્યો સિલ્વર

    નીરજ ચોપરાએ ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. ભારતની હાલની ઓલિમ્પિકમાં આ પાંચમો મેડલ છે. આ પહેલા ભારતે ચાર મેડલ જીત્યા હતા. જેમાંથી ત્રણ બ્રોન્ઝ શૂટિંગ અને એક હોકીમાં આવ્યા હતા. મેન્સ જેવલિન થ્રોની ફાઇનલમાં નીરજે બીજા પ્રયાસમાં 89.45 મીટરનો થ્રો ફેંક્યો હતો. નીરજે સતત બીજી ઓલિમ્પિકમાં મેડલ જીત્યો છે. નીરજ ઓલિમ્પિકમાં વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યા બાદ બીજો મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે.

  • 01:16 AM • 09 Aug 2024
    અરશદ નદીમનો છેલ્લો થ્રો પણ 90થી વધુ

    અરશદ નદીમનો છેલ્લો થ્રો 91.97 મીટરનો રહ્યો. નદીમનો બીજો થ્રો 92.97 મીટરનો રહ્યો હતો, જે ઓલિમ્પિક રેકોર્ડ રહ્યો.

  • 01:14 AM • 09 Aug 2024
    નીરજનો છઠ્ઠો થ્રો પણ ફાઉલ

    નીરજ ચોપરાએ પહેલો, ત્રોજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો પણ ફાઉલ. આમ નીરજના છ થ્રોમાંથી પાંચ ફાઉલ રહ્યા.

  • 01:10 AM • 09 Aug 2024
    પાંચ થ્રો પછી ટોપ-8 ખેલાડીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન
    • 1. અરશદ નદીમ (પાકિસ્તાન)- 92.97
    • 2. નીરજ ચોપરા (ભારત) – 89.45 મીટર
    • 3. એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા) – 88.54 મીટર
    • 4. જેકબ વાડલેચ (ચેક રિપબ્લિક) – 88.50 મીટર
    • 5. જુલિયસ યેગો (કેન્યા) – 87.72 મીટર
    • 6. જુલિયન વેબર (જર્મની) – 87.40 મીટર
    • 7. કેશોર્ન વોલકોટ (ટ્રિનિદાદ અને ટોબેગો) – 86.16 મીટર
    • 8. લસ્સી એટેલેટાલો (ફિનલેન્ડ) – 84.58 મીટર
  • 01:02 AM • 09 Aug 2024
    નીરજ ચોપરા પાંચમાં થ્રોમાં ફાઉલ

    નીરજ ચોપરા પહેલા, ત્રીજા, ચોથા અને પાંચમાં થ્રોમાં ફાઉલ થયો છે. 

  • 12:56 AM • 09 Aug 2024
    અરશદનો ચોથો થ્રો 79.50 મીટર

    પાકિસ્તાનના ખેલાડી અરશદ નદીમનો ચોથો થ્રો 79.50 મીટર હતો. અરશદ હજુ પણ ટોચ પર છે કારણ કે અરશદે 92.97 મીટરનો પ્રથમ થ્રો ફેંક્યો હતો.

  • 12:53 AM • 09 Aug 2024
    નીરજ ચોપરાનો ચોથો થ્રો ફાઉલ

    નીરજ ચોપરાનો ચોથો થ્રો ફાઉલ થયો છે. આ અગાઉ પહેલો અને ત્રીજો થ્રો ફાઉલ થયો હતો.

  • 12:45 AM • 09 Aug 2024
    હવે આ ખેલાડીઓ મેડલની રેસમાં

    આ 8 ખેલાડીઓ મેન્સ જેવલિન થ્રોમાં મેડલની રેસમાં બાકી છે. આ તમામ ખેલાડીઓ દરેક ત્રણ વધુ થ્રો લેશે. ત્રણ રાઉન્ડ બાદ નીરજ ચોપરા 89.45 મીટરના થ્રો સાથે બીજા સ્થાને છે. જ્યારે પાકિસ્તાનનો અરશદ નદીમ પ્રથમ સ્થાને છે.

    1. નીરજ ચોપરા (ભારત)
    2. એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા)
    3. જુલિયન વેબર (જર્મની)
    4. અરશદ નદીમ (પાકિસ્તાન)
    5. જુલિયસ યેગો (કેન્યા)
    6. જેકબ વડલેચ (ચેક રિપબ્લિક)
    7. કેશોર્ન વોલકોટ (ટ્રિનિદાદ અને ટોબેગો)
    8. લસ્સી એટેલેટાલો (ફિનલેન્ડ)
  • 12:42 AM • 09 Aug 2024
    માર્ડાર-ડા સિલ્વા રેસથી બહાર

    એડ્રિયન માર્ડારેનો ત્રીજો થ્રો 77.77 મીટર હતો. મર્દારે હાલમાં 12મા નંબર પર છે અને બાકીના ત્રણ રાઉન્ડમાં ભાગ લઈ શકશે નહીં. માત્ર ટોચના 8 ખેલાડીઓને વધુ ત્રણ થ્રો લેવાની તક મળશે. ઓલિવર હેલેન્ડરનો ત્રીજો થ્રો ફાઉલ હતો. લુઈસ મોરિસિયો દા સિલ્વાનો ત્રીજો થ્રો પણ ફાઉલ હતો.

  • 12:41 AM • 09 Aug 2024
    નીરજ ચોપરાના થ્રો
    • નીરજનો ત્રીજો થ્રો ફાઉલ
    • નીરજનો બીજો થ્રો 89.45 મીટર
    • નીરજનો પહેલો થ્રો ફાઉલ
       
follow whatsapp