Paris Olympic 2024 Day 4 Live Updates: ખેલોના સૌથી મોટી મેગા ઈવેન્ટ પેરિસ ઓલિમ્પિકનો આજે (30 જુલાઈ) ચોથો દિવસ છે. ભારતીય ખેલાડીઓ આજે શૂટિંગ, બોક્સિંગ, બેડમિન્ટન જેવી સ્પર્ધાઓમાં પોતાની તાકાત બતાવશે. આ વચ્ચે ઓલિમ્પિકમાં ભારતના ખાતામાં વધુ એક મેડલ આવ્યો છે. 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ભારતની મિક્સ ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
ADVERTISEMENT
શૂટિંગમાં ભારતે જીત્યો વધુ એક મેડલ
ભારતના મનુ ભાકર અને સરબજોત સિંહે દક્ષિણ કોરિયાના ઓહ યે જીન અને લી વોન્હોને હરાવીને 10 મીટર એર પિસ્તોલની મિક્સ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બંનેએ આ મેચ 16-10થી જીતી હતી. PM મોદીએ ટ્વીટ કરીને ભારતની આ જીત પર મનુ ભાકર અને સરબજોતસિંહને અભિનંદન પાઠવ્યા હતા.
મનુ ભાકર ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા
મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં બીજો મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ વખતે મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો. આ ઈવેન્ટમાં મનુની સાથે સરબજોત સિંહ તેની ટીમમાં સામેલ હતો. આઝાદી પછી, મનુ એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ બની હતી. આ પહેલા મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલની સિંગલ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો.
PM મોદીએ ટ્વીટ કરીને શુભકામના પાઠવી
પીએમ મોદીએ મનુભાકર અને સરબજોતને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે X પર લખ્યું- અમારા શૂટર્સ સતત અમને ગૌરવ અપાવી રહ્યા છે. મનુ ભાકર અને સરબજોત સિંહને ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન. બંનેએ શાનદાર કૌશલ્ય અને ટીમ વર્ક બતાવ્યું છે. ભારત અવિશ્વસનીય રીતે પ્રશન્ન છે.
મનુ માટે, આ તેનો સતત બીજો ઓલિમ્પિક મેડલ છે, જે તેની સતત શ્રેષ્ઠતા અને સમર્પણ દર્શાવે છે.
શૂટિંગમાં ભારતનો મેડલ વિજેતા (ઓલિમ્પિક)
1. રાજ્યવર્ધન સિંહ રાઠોડ
સિલ્વર મેડલ: એથેન્સ (2004)
2. અભિનવ બિન્દ્રા
ગોલ્ડ મેડલ, બેઇજિંગ ઓલિમ્પિક્સ (2008)
3. ગગન નારંગ
બ્રોન્ઝ મેડલ: લંડન ઓલિમ્પિક્સ (2012)
4. વિજય કુમાર
સિલ્વર મેડલ: લંડન ઓલિમ્પિક્સ (2012)
5. મનુ ભાકર
બ્રોન્ઝ મેડલ: પેરિસ ઓલિમ્પિક્સ (2024)
આંખની ઈજા બાદ બોક્સિંગ છોડીને શૂટિંગ શરૂ કર્યું
હરિયાણાના ઝજ્જરમાં જન્મેલી મનુ ભાકરે સ્કૂલના દિવસોમાં ટેનિસ, સ્કેટિંગ અને બોક્સિંગ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત તેણે 'થાન ટા' નામની માર્શલ આર્ટમાં પણ ભાગ લીધો હતો. બોક્સિંગ દરમિયાન મનુની આંખ પર ઈજા થઈ હતી, ત્યારબાદ બોક્સિંગમાં તેની સફર ખતમ થઈ ગઈ હતી. પરંતુ મનુને રમતગમત પ્રત્યે અલગ જુસ્સો હતો, જેના કારણે તે એક ઉત્તમ શૂટર બનવામાં સફળ રહી.
મનુએ 14 વર્ષની ઉંમરે શૂટિંગમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું, તે સમયે રિયો ઓલિમ્પિક 2016 સમાપ્ત થયું હતું. તેના એક અઠવાડિયામાં તેણે તેના પિતાને શૂટિંગ પિસ્તોલ લાવવા કહ્યું. મનુનો હંમેશા સાથ આપનાર પિતા રામ કિશન ભાકરે તેને બંદૂક ખરીદી આપી હતી અને તે એક નિર્ણય હતો જેણે એક દિવસ મનુ ભાકરને ઓલિમ્પિયન બનાવી દીધી.
ADVERTISEMENT