IND vs PAK: પાકિસ્તાની ટીમ 191 રનમાં તંબુ ભેગી, ભારતને જીત માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો

IND vs PAK: અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાતી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતીય બોલર્સે તરખાટ મચાવ્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી પાકિસ્તાની…

gujarattak
follow google news

IND vs PAK: અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાતી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતીય બોલર્સે તરખાટ મચાવ્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી પાકિસ્તાની ટીમ 191 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતીય ટીમને જીત માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો છે.

ભારતીય બોલર્સે મચાવ્યો તરખાટ

ભારત તરફથી શાર્દુલ ઠાકુર સિવાય તમામ બોલર્સને સફળતા મળશે. જસપ્રીત બુમરાહે 7 ઓવરમાં 19 રન આવીને 2 વિકેટ લીધી હતી. બુમરાહે 1 મેડન ઓવર ફેંકી હતી. તો મોહમ્મદ સિરાજે 8 ઓવરમાં 50 રન આપીને 2 વિકેટ લીધી. હાર્દિક પંડ્યાએ 6 ઓવરમાં 34 રન આપીને 2 વિકેટ લીધી. કુલદીપ યાદવે 10 ઓવરમાં 35 રન આપીને 2 વિકેટ, રવિન્દ્ર જાડેજાએ 9.5 ઓવરમાં 38 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

ભારતીય ટીમ અત્યાર સુધી PAK સામે ODI વર્લ્ડકપમાં નથી હારી

બંને કટ્ટર હરીફ ટીમો ODI વર્લ્ડ કપમાં સાત વખત સામસામે આવી ચુકી છે. સાત વખત ભારતીય ટીમે પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું છે. બંને દેશો વચ્ચે આ એકંદરે 135મી ODI મેચ છે. આ પહેલા બંને દેશો વચ્ચે 134 મેચ રમાઈ ચૂકી છે. જ્યારે ભારતે 56 મેચ જીતી છે જ્યારે પાકિસ્તાને 73 મેચ જીતી છે. ખાસ વાત એ છે કે જ્યારે પણ ODI વર્લ્ડ કપ મેચમાં બંને દેશ આમને-સામને આવ્યા છે ત્યારે સાતેય વખત પર ભારતે પાકિસ્તાનને ખરાબ રીતે કચડી નાખ્યું છે.

    follow whatsapp