VIDEO: 'આ ભારતીય જ હશે...' અમેરિકામાં પાકિસ્તાની ક્રિકેટરે ફેન સાથે ગાળા-ગાળી કરી

Haris Rauf Fight with Fan: પાકિસ્તાની ક્રિકેટરોની મુસીબતો ઓછી નથી થઈ રહી. ટીમના ઝડપી બોલર હારિસ રાઉફનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તે અમેરિકાના રસ્તાઓ પર ફેન સાથે ઝઘડો કરતો જોવા મળે છે.

રસ્તા વચ્ચે ઝઘડો કરતો પાકિસ્તાની ક્રિકેટર

Haris Rauf

follow google news

Haris Rauf Fight with Fan: પાકિસ્તાની ક્રિકેટરોની મુસીબતો ઓછી નથી થઈ રહી. ફેન્સના હોબાળાથી પરેશાન પાકિસ્તાની ટીમના ખેલાડી આઝમ ખાને હાલમાં જ અમેરિકા સામે શૂન્ય પર આઉટ થયા બાદ ચાહકો સાથે ઝપાઝપી કરી હતી. હવે ટીમના ઝડપી બોલર હારિસ રાઉફનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તે અમેરિકાના રસ્તાઓ પર ફેન સાથે ઝઘડો કરતો જોવા મળે છે. વીડિયોમાં તેની પત્ની મુઝના મસૂદ મલિક પણ જોવા મળે છે, જે તેને રોકવાનો પૂરો પ્રયાસ કરે છે, પરંતુ ફાસ્ટ બોલર તેનો હાથ છોડાવીને ફેન સાથે લડવા જાય છે. આટલું જ નહીં, રઉફ પોતાના ફેન્સ પર ભારતીય હોવાનો આરોપ પણ લગાવે છે.

T20 વર્લ્ડ કપ સુપર-8માં ન પહોંચવાથી ચાહકો નારાજ

વાસ્તવમાં, પાકિસ્તાનની ટીમ T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં સ્થાન મેળવવાનું ચૂકી ગઈ હતી. તેને અમેરિકા અને ભારત તરફથી હારનો સામનો કરવો પડ્યો હતો. બે હાર પછી, તેમના માટે સુપર-8માં પહોંચવું મુશ્કેલ બની ગયું અને બાદમાં અમેરિકાએ ભારતની સાથે ગ્રુપ-એમાંથી ટોપ-8 ટીમોમાં પ્રવેશ કર્યો. ટીમના બહાર થયા બાદ તેના ફેન્સ, પૂર્વ ક્રિકેટરો અને બોર્ડમાં ગુસ્સો છે. આ જ કારણ છે કે જ્યાં પણ તેના ખેલાડીઓ જોવા મળે છે ત્યાં ફેન્સ પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

ફેન પર ભારતીય હોવાનો આરોપ લગાવ્યો

આવું જ કંઈક અહીં જોવા મળ્યું છે. વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બાબર આઝમની ટીમના મુખ્ય ખેલાડી, હારીસ રઉફ કદાચ હોટલ પાસે તેની પત્ની સાથે ફરતા જોવા મળ્યો હતો અને ત્યાં કેટલાક ફેન્સ હતા જેમણે તેના પર ટિપ્પણી કરી હતી. પછી હારિસ દોડે છે અને ફેન તરફ ધક્કો મારે છે. જો કે, તેની પત્ની તેને અહીં રોકવાનો પૂરો પ્રયાસ કરે છે, પરંતુ સફળ થતી નથી. તે પોતાના ચપ્પલ કાઢીને ફેન સુધી પહોંચે છે. ફેને શું કહ્યું તે ખબર નથી, પણ હારિસ રઉફ એમ કહેતો જોવા મળે છે કે, તું તારા પિતાને ગાળો આપે છે...

ફેનના પિતા વિશે પણ કરી અભદ્ર ટિપ્પણી

આના પર ત્યાં અન્ય કેટલાક લોકો પણ હતા, જેમણે હારિસ ફેન સુધી પહોંચે તે પહેલા જ તેને પકડી લીધો હતો. તેના પર તે કહે છે - તે ભારતીય હશે…. ફેન પણ આનાથી પીછેહઠ કરે તેવું લાગતું નથી. તે આગળ વધે છે અને છે- હું પાકિસ્તાની છું. આના પર હારિસ કહે છે, શું આ તમારા પિતાએ આવો ઉછેર કર્યો છે શું. તમને જણાવી દઈએ કે આ પહેલા આઝમ ખાનનો ફેન્સ સાથે ઝઘડો થયો હતો. તેણે આરોપ લગાવ્યો કે ફેને તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું.

મુખ્ય કોચનો આરોપ - ટીમમાં એકતા નથી, ખેલાડીઓ અનફિટ છે

નોંધનીય છે કે T20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ પાકિસ્તાન ટીમના મુખ્ય કોચ ગેરી કર્સ્ટને ખુલાસો કર્યો હતો કે ટીમમાં એકતા નથી. કોઈ કોઈને મદદ કરતું નથી. એટલું જ નહીં તેણે ટીમની ફિટનેસ અને ક્રિકેટરની સ્કિલ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, ટીમની ફિટનેસ ખૂબ જ ખરાબ છે. તેઓ કૌશલ્યના મામલામાં અન્ય ટીમો કરતા ઘણા પાછળ છે. હું તેના પર કામ કરીશ. બીજી તરફ, કેપ્ટન બાબર આઝમ સાથે હારિસ રઉફ પાકિસ્તાન પરત ફરવાના બદલે રજાઓ ગાળવા ઈંગ્લેન્ડ જશે.

    follow whatsapp