કંગાળ Pakistan માં હવે ક્રિકેટરોનો બળવો… પૈસા અને વિદેશી લીગ માટે બોર્ડ સામે પડ્યા ખેલાડીઓ

Pakistan Cricket News: પાકિસ્તાન ક્રિકેટ અને ક્રિકેટ બોર્ડ વચ્ચે તણાવ શરૂ થયો છે. કેટલાક ટોચના ક્રિકેટરો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સાથેના તેમના કેન્દ્રીય કરારને સમાપ્ત…

gujarattak
follow google news

Pakistan Cricket News: પાકિસ્તાન ક્રિકેટ અને ક્રિકેટ બોર્ડ વચ્ચે તણાવ શરૂ થયો છે. કેટલાક ટોચના ક્રિકેટરો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સાથેના તેમના કેન્દ્રીય કરારને સમાપ્ત કરવાનું વિચારી રહ્યા છે. તેનું કારણ એ છે કે બોર્ડે કેટલાક ખેલાડીઓને વિદેશી T20 લીગમાં રમવા માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપવાની ના પાડી દીધી હતી.

ટીમ મેનેજમેન્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવતા મોટાભાગના ખેલાડીઓ રાષ્ટ્રીય ડ્યૂટીમાંથી મુક્ત હોવા છતાં વિદેશી લીગમાં રમવાની મંજૂરી ન આપવા બદલ બોર્ડથી નારાજ છે.

PCBએ ખેલાડીઓને ન આપ્યું NOC

એક સૂત્રએ કહ્યું, ‘આ મામલાએ વેગ પકડ્યો છે કારણ કે તાજેતરમાં જ બોર્ડે આ આધાર પર બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL)માં રમવા માટે જમાન ખાન, ફખર જમાન, મુહમ્મદ હારિસ (તમામ કેન્દ્રીય કરારવાળા) સહિતના કેટલાક ખેલાડીઓને એ કારણે NOC આપવાનો ઇનકાર કર્યો કે તેઓ પહેલાથી પાકિસ્તાન સુપર લીગ (PSL) સિવાય બે લીગ રમી ચૂક્યા છે.

તેમણે કહ્યું કે, ઝકા અશરફના કાર્યકાળ દરમિયાન નક્કી કરાયેલી વર્તમાન PCB નીતિ હેઠળ કેન્દ્રીય કરાર ધરાવતા ખેલાડીઓને PSL સિવાય બે વિદેશી T20 લીગમાં રમવાની મંજૂરી આપવામાં આવશે.

NOC માટે PCBમાં બેવડા ધોરણો

સૂત્રએ જણાવ્યું હતું કે, ‘પરંતુ એવા ખેલાડીઓ માટે એવી કોઈ બાધ્યતા નથી કે જેઓ કેન્દ્રીય રીતે કરાર ધરાવતા ન હોય, સિવાય કે તેમની રાષ્ટ્રીય ટીમમાં જરૂર હોય.’ મોટાભાગના કરાર કરાયેલા ખેલાડીઓ માને છે કે જ્યારે એનઓસી જારી કરવાની વાત આવે છે ત્યારે બોર્ડ બેવડી નીતિ અપનાવે છે.

પાકિસ્તાન ક્રિકેટમાં બધું બરાબર નથી

પાકિસ્તાન ક્રિકેટમાં કંઈ સારું નથી ચાલી રહ્યું. કેન્દ્રીય કોન્ટ્રાક્ટ અંગેનો વિવાદ હવે પ્રકાશમાં આવી રહ્યો છે. તો વર્લ્ડ કપમાં હાર બાદ શાન મસૂદ અને શાહીન આફ્રિદીને પાકિસ્તાન ટીમના અનુક્રમે ટેસ્ટ અને ટી-20 કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. આ પછી તેને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં 3-0થી અને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 4-1થી હારનો સામનો કરવો પડ્યો હતો.

ઝકા અશરફે શુક્રવારે PCB મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે મોહસિન નકવીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના નવા પ્રમુખ બનાવવામાં આવ્યા છે. મોહસિન નકવી રખેવાળ વડા પ્રધાન અનવારુલ હક કાકરની નજીક છે.

    follow whatsapp