World Cup 2023: સાઉથ આફ્રિકન બેટ્સમેન સાથે અન્યાય થયો? DRS વિવાદ પર ICCએ માફી માંગી

ICC World Cup 2023 PAK vs SA: ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને એક વિકેટથી હરાવ્યું. દક્ષિણ આફ્રિકાની છ મેચોમાં આ…

gujarattak
follow google news

ICC World Cup 2023 PAK vs SA: ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને એક વિકેટથી હરાવ્યું. દક્ષિણ આફ્રિકાની છ મેચોમાં આ પાંચમી જીત હતી. પાકિસ્તાનની આ સતત ચોથી હાર હતી. ચેન્નાઈના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ દરમિયાન અમ્પાયરોના કેટલાક નિર્ણયો પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. રાસી વાન ડેર ડુસેનની વિકેટ પર ઘણો હંગામો થયો હતો.

બોલ ટ્રેકિંગના ગ્રાફીકથી થયો વિવાદ

આ સમગ્ર ઘટના દક્ષિણ આફ્રિકાની ઇનિંગ્સની 19મી ઓવરમાં બની હતી. તે ઓવરમાં, પાકિસ્તાની સ્પિનર ​​ઉસામા મીરના પાંચમા બોલ પર ઓન-ફિલ્ડ અમ્પાયરે રાસી વાન ડેર ડુસેનને LBW આઉટ આપ્યો હતો. ડુસેન બોલને ફ્લિક કરવાના પ્રયાસ ચૂકી ગયો અને બોલ તેના પેડ અથડાયો. ડુસેને તરત જ ડીઆરએસ લીધું. આ પછી, પ્રથમ બોલ ટ્રેકિંગમાં દર્શાવવામાં આવ્યું હતું કે બોલ વિકેટને મિસ કરી રહ્યો હતો, જો કે તે ટ્રેકિંગ તરત જ હટાવી દેવામાં આવ્યું હતું.

થોડા સમય પછી ફરીથી બોલ ટ્રેકિંગ બતાવવામાં આવ્યું. આ વખતે ‘અમ્પાયર્સ કોલ’ ઈમ્પેક્ટ અને હિટિંગ બંનેમાં બતાવવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં મેદાન પરના અમ્પાયરના નિર્ણયને યથાવત રાખવામાં આવ્યો હતો અને દક્ષિણ આફ્રિકાના ખેલાડીને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. આવું ભાગ્યે જ બને છે જ્યારે DRS દરમિયાન રિપ્લેમાં બે વખત અલગ-અલગ બોલ-ટ્રેકિંગ દેખાય છે.

ICCએ સ્પષ્ટીકરણ આપવું પડ્યું

હવે આ સમગ્ર મામલે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ સ્પષ્ટીકરણ આપ્યું છે. આઈસીસીએ કહ્યું કે બોલ ટ્રેકિંગનું પહેલું ગ્રાફિક ભૂલથી બતાવવામાં આવ્યું હતું, જેમાં બોલ સ્ટમ્પને મિસ કરી રહ્યો હતો. આઈસીસીના પ્રવક્તાએ કહ્યું, ‘દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં રાસી વેન ડેર ડુસેનની LBW સમીક્ષા દરમિયાન આકસ્મિક રીતે અધૂરું ગ્રાફિક પ્રદર્શિત થયું હતું. સંપૂર્ણ ગ્રાફિક સાચી વિગતો સાથે ફરીથી બતાવવામાં આવ્યું હતું.

દક્ષિણ આફ્રિકા માટે માર્કરામે વિસ્ફોટક ઇનિંગ રમી

પાકિસ્તાન સામેની મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમની જીતમાં એડન માર્કરમે મહત્વની ભૂમિકા ભજવી હતી. માર્કરમે 93 બોલમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 91 રન બનાવ્યા હતા. માર્કરમે પહેલા રાસી વાન ડેર ડુસેન સાથે મળીને ત્રીજી વિકેટ માટે 54 રન જોડ્યા હતા. ત્યારબાદ તેણે ડેવિડ મિલર સાથે મળીને પાંચમી વિકેટ માટે 70 રનની ભાગીદારી કરી હતી. બોલિંગમાં ચાર વિકેટ લેનાર તબરેઝ શમ્સી પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.

1999 પછી પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને વર્લ્ડ કપ મેચ (T20/ODI)માં હરાવ્યું છે. વર્તમાન વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાની છ મેચમાં આ પાંચમી જીત હતી. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. ભારત અને દક્ષિણ આફ્રિકા બંનેના 10-10 પોઈન્ટ છે, પરંતુ સારા નેટ-રન રેટને કારણે આફ્રિકા ટોચ પર આવી ગયું છે. જોકે, દક્ષિણ આફ્રિકાએ ભારત કરતાં એક વધુ મેચ રમી છે. ભારત હવે બીજા સ્થાને અને ન્યુઝીલેન્ડ ત્રીજા સ્થાને છે.

 

    follow whatsapp