T20 World Cup માં પહેલીવાર લાગું થશે આ ખાસ નિયમ, બોલર્સ અને કેપ્ટન અત્યારથી ટેન્શનમાં

T20 World Cup New Rule: આગામી 1લી જૂનથી ટી-20 વર્લ્ડકપની શરૂઆત થઈ રહી છે. જોકે વર્લ્ડકપમાં આ વખતે ICCના નવા નિયમને કારણે નિર્ધારિત સમયમાં પોતાની ઓવર પૂરી ન કરનાર ટીમો માટે આ ભૂલ મોંઘી સાબિત થઈ શકે છે.

T20 World CUp

T20 World CUp

follow google news

T20 World Cup New Rule: આગામી 1લી જૂનથી ટી-20 વર્લ્ડકપની શરૂઆત થઈ રહી છે. જોકે વર્લ્ડકપમાં આ વખતે ICCના નવા નિયમને કારણે નિર્ધારિત સમયમાં પોતાની ઓવર પૂરી ન કરનાર ટીમો માટે આ ભૂલ મોંઘી સાબિત થઈ શકે છે. ICCએ આ વર્લ્ડ કપથી વ્હાઇટ બોલ ફોર્મેટમાં સ્ટોપ ક્લોક નિયમ નિયમિત રીતે લાગુ કર્યો છે. પ્રયોગ તરીકે આ નિયમની સફળતા બાદ ICCએ તેને નિયમિત કરી દીધો છે.

સ્ટોપ ક્લોક નિયમ શું છે?

આ નિયમ હેઠળ, બે ઓવરની વચ્ચે ટીમને આગામી ઓવર શરૂ કરવા માટે 60 સેકન્ડનો સમય આપવામાં આવશે. આ સમયની વચ્ચે ટીમે કોઈપણ સંજોગોમાં આગામી ઓવર શરૂ કરવી પડશે. ઓવર પૂરી થતાની સાથે જ થર્ડ અમ્પાયર મેદાનની સ્ટોપ ક્લોક શરૂ કરશે, જેમાં કાઉન્ટડાઉન 60 થી શૂન્યથી શરૂ થશે. જો આ સમય મર્યાદામાં ઓવર શરૂ નહીં થાય, તો મેદાન પરના અમ્પાયર ટીમને બે ચેતવણી આપશે. ત્રીજી ચેતવણી પર પાંચ રનની પેનલ્ટી લાગશે. આ રન બેટિંગ ટીમના ખાતામાં ઉમેરવામાં આવશે.

આ નિયમ 23 ડિસેમ્બરમાં એક પ્રયોગ તરીકે લાગુ કરાયો હતો

ICCએ ડિસેમ્બર 2023થી વ્હાઇટ બોલ ફોર્મેટમાં આ નિયમ લાગુ કર્યો હતો. આ નિયમથી મેચ દરમિયાન 20 મિનિટનો સમય બચ્યો હતો. આ સફળતાથી પ્રોત્સાહિત થઈને, ICCએ તેને T20 વર્લ્ડ કપથી સફેદ બોલના ફોર્મેટમાં નિયમિત કર્યો.

આ સ્થિતિમાં સ્ટોપ ક્લોક ચાલશે નહીં

ICCએ મેચ દરમિયાન કેટલાક સંજોગોમાં આ નિયમ લાગુ કર્યો નથી. જો કે, આ સંપૂર્ણપણે ત્રીજા અમ્પાયર પર નિર્ભર રહેશે. નવા બેટ્સમેનના આગમનના કિસ્સામાં સ્ટોપ ક્લોક શરૂ થશે નહીં. સત્તાવાર ડ્રિંક્સ બ્રેક દરમિયાન ફિલ્ડિંગ ટીમને રાહત મળશે. બેટ્સમેન અથવા ફિલ્ડરને ઈજા થવાના કિસ્સામાં સ્ટોપ વોચ ચાલશે નહીં.
 

    follow whatsapp