National Sports Awards: દિલ્હી ખાતે આવેલા રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહ (નેશનલ એવોર્ડ સેરેમની)નું આયોજન કર્યું છે. આ એવોર્ડ સમારોહમાં દેશભરમાંથી ઘણા ખેલાડીઓને તેમના સારા પ્રદર્શન માટે એવોર્ડ આપવામાં આવ્યા છે. જે ખેલાડીઓ પોતાના દમ પર ટીમને નવી ઉંચાઈઓ પર લઈ ગયા છે, જે ખેલાડીઓએ ટીમને પોતાના દમ પર ઘણી મેચો જીતાડી છે. આવા ઘણા ખેલાડીઓને એવોર્ડ આપવામાં આવ્યા છે. આ ખેલાડીઓમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ સામેલ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યા છે.
વર્લ્ડ કપમાં કર્યું હતું શાનદાર પ્રદર્શન
ભારત ભલે ICC વર્લ્ડ કપ 2023 હારી ગયું હોય, પરંતુ મોહમ્મદ શમીએ પોતાના પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા હતા. મોહમ્મદ શમીએ વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લીધી હતી. આ કારણે તેમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT